(ANI Photo)

બોલીવૂડમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનો ફિલ્મોને રીલીઝ કરવા માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. જેમાં દર્શકો, ગણેશોત્સવ, નવરાત્રિ, દુર્ગા પૂજા અને દશેરાના તહેવારોમાં વ્યસ્ત હશે અને પ્રોડ્યુસર્સ ફિલ્મો રીલીઝ કરવા માટે આતુર છે. આવા લાંબા તહેવારોમાં ફિલ્મોને રીલીઝ કરીને ઘણા નિર્માતાઓ આર્થિક જોખમ ઉઠાવતા હોય છે. પરંતુ ખાસ વાત એ છે કે, આ મહિને મોટા કલાકારોની ચર્ચાસ્પદ ફિલ્મો રીલીઝ થઇ રહી છે. એવું પણ કહેવાય છે કે, દર્શકો પણ આતુરતાથી એક્શન થ્રિલર, સીક્વલ, રોમેન્ટિક ડ્રામા વિષયક ફિલ્મોની રાહ જોઇ રહ્યા છે. જે ફિલ્મો આ મહિને ગણેશોત્સવ દરમિયાન રીલીઝ થઇ છે તેમાં ટાઇગર શ્રોફની ‘બાગી 4’, અક્ષય કુમાર અને અરશદ વારસીની ‘જોલી એલએલબી 3’ અને મનોજ બાજપાઈની ‘જુગ્નુમા’નો સમાવેશ થાય છે.

લવ ઇન વિયેતનામ : 12 સપ્ટેમ્બર

લવ ઇન વિયેતનામ એ રાહત શાહ કાઝમી દ્વારા દિગ્દર્શિત ભારતીય-વિયેતનામી મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા છે, જે સબાહત્તીન અલી દ્વારા લખાયેલ ક્લાસિક ટર્કિશ નવલકથા ‘મેડોના ઇન અ ફર કોટ’ પર આધારિત છે. 12 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે, આ ફિલ્મમાં શાંતનુ મહેશ્વરી અને અવનીત કૌર પણ છે.

એક ચતુર નાર : 12 સપ્ટેમ્બર

આ ફિલ્મ ઉમેશ શુક્લા દ્વારા દિગ્દર્શિત નવી હિન્દી ભાષાની ડાર્ક કોમેડી-થ્રિલર છે, જેમાં દિવ્યા ખોસલા કુમાર અને નીલ નીતિન મુકેશ મુખ્ય ભૂમિકામાં છે.

જોલી LLB 3 : 19 સપ્ટેમ્બર

જોલી એલએલબી 3 એ બ્લેક કોમેડી કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે, જે સુભાષ કપૂર દ્વારા લિખિત અને દિગ્દર્શિત સર્જન છે. આ જોલી એલએલબી શ્રેણીનો ત્રીજો ભાગ છે અને જોલી એલએલબી 2ની સીક્વલ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં છે.

હીર એક્સપ્રેસ : 12 સપ્ટેમ્બર

આ ફિલ્મમાં હીરના પોતાના સંઘર્ષની વાત છે, તેણે પસંદ ન કરેલા વારસાનું ભારણ તેને પરેશાન કરે છે. આ ફિલ્મમાં દિવિતા જુનેજા, પ્રીત કમાનાઈ અને અન્ય નવા કલાકારો છે. આ ફિલ્મનું દિગ્દર્શન પણ ઉમેશ શુક્લા દ્વારા જ કરવામાં આવ્યું છે.

નિશાનચી : 19 સપ્ટેમ્બર

અનુરાગ કશ્યપ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ એક જેવા જોડિયા ભાઈઓની વાર્તા છે જે જીવનમાં ખૂબ જ અલગ અલગ રસ્તા અપનાવે છે. તે એક ઇમોશનલ સ્ટોરી છે, જેમાં જીવનની પસંદગી અને નિર્ણયો ભાગ્યને કેવી રીતે આકાર આપે છે તેની વાત છે.

બાગી 4 : 5 સપ્ટેમ્બર

ટાઇગર શ્રોફ, સંજય દત્ત, સોનમ બાજવા અને અન્ય કલાકારોની આ ફિલ્મ 5 સપ્ટેમ્બરના રોજ સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થઇ હતી આ બાગી ફ્રેન્ચાઇઝની ચોથી ફિલ્મ છે. તે વૈશ્વિક સ્તરે રોનીની લડતની વાત કરે છે કારણ કે, વૈશ્વિક ત્રાસવાદી નેટવર્કને તોડી પાડવા માટે એક ગુપ્ત આંતરરાષ્ટ્રીય એજન્સી દ્વારા તેની ભરતી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં, તે સંજય દત્ત દ્વારા ભજવવામાં આવેલા એક વિલનનો સામનો કરે છે. આ ફિલ્મમાં મોટાપાયે એક્શન અને ઇમોશનનું મિશ્રણ જોવા મળ્યું છે.

ઉફ્ફ યે સિયાપા : 5 સપ્ટેમ્બર

આ ફિલ્મમાં સોહમ શાહ, નુશરત ભરુચા, નોરા ફતેહી અને અન્ય કલાકારો છે. આ વાર્તા કેસરી અને તેની પત્ની વચ્ચે ડ્રગ પેકેજ ખોવાઈ ગયા પછી થયેલી ગેરસમજને રજૂ કરવામાં આવી છે.

ધ બંગાલ ફાઇલ્સ : 5 સપ્ટેમ્બર

આ ફિલ્મથી વિવાદ થયો છે. તાશ્કંદ ફાઇલ્સ અને ધ કાશ્મીર ફાઇલ્સ પછી, વિવેક અગ્નિહોત્રીની ફાઇલ્સ સીક્વલનો આ ત્રીજો અને અંતિમ ભાગ છે. ફિલ્મના નિર્માતાનો આ ફિલ્મ દ્વારા હેતું એ છે કે, જે દબાયેલું ઐતિહાસિક સત્ય છે તે જાહેર કરવાનો છે. તેમાં મુસ્લિમ લીગના નેતૃત્વ હેઠળનાં ટોળા દ્વારા કેસોરામ કોટન મિલમાં ક્રૂરતાથી માર્યા ગયેલાં અને જીવતા સળગાવી દેવામાં આવેલા લગભગ 500 ઉડિયા હિન્દુ કામદારોનાં ભયાનક હત્યાકાંડને રજૂ કરવામાં આવ્યો છે.

 

LEAVE A REPLY