ગુજરાતમાં કોરોનાના નવા કેસ અને મોતની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. રવિવારે સાંજે સરકારે જારી કરેલી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી. રાજ્યમાં નવ મહિના બાદ પ્રથમ વખત કોરોનાથી એક પણ મોત થયું નથી.

સરકારની માહિતી મુજબ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં સતત ચોથા દિવસે 350થી ઓછા અને સતત બીજા દિવસે 325થી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 316 કેસ નોંધાયા હતા, જ્યારે 335 લોકો રિકવર થયા હતા. રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,387એ યથાવત રહ્યો હતો. રાજ્યમાં 57માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ હતો.. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 97 ટકા થયો છે.

રવિવારે અમદાવાદ કોર્પોરેશન 72, વડોદરા કોર્પોરેશન 67, સુરત કોર્પોરેશન 39, રાજકોટ કોર્પોરેશન 35, વડોદરા 12, રાજકોટ 10, કચ્છ 8, સુરત 8, મહેસાણા 7, જામનગર કોર્પોરેશન 6, ગાંધીનગર 5, જુનાગઢ 5, ગીર સોમનાથ 4, આણંદ 3, ભરૂચ 3, દાહોદ 3, ગાંધીનગર કોર્પોરેશન 3, મોરબી 3, સાબરકાંઠા 3, બનાસકાંઠા 2, જામનગર 2, જુનાગઢ કોર્પોરેશન 2, ખેડા 2, પંચમહાલ 2, સુરેન્દ્રનગર 2, અમદાવાદ 1, અમરેલી 1, ભાવનગર કોર્પોરેશન 1, છોટા ઉદેપુર 1, દેવભૂમિ દ્વારકા 1, મહીસાગર 1, નર્મદા 1, વલસાડ 1 નવો કેસ નોંધાયો હતો.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,53,703 નાગરીકો સાજા થયા છે.રવિવારની છેલ્લી સ્થિતિ મુજબ 3450 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 33 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા અને 3417 સ્ટેબલ હતા.