(Photo by STRDEL/AFP via Getty Images)

હીમેન- ધર્મેન્દ્ર પુત્ર બોબી દેઓલ ભલે છેલ્લા એક દાયકાથી સિનેમામાં જોવા મળ્યો નથી પરંતુ તે તેની આશ્રમ-3 વેબસીરિઝથી વધુ ચર્ચામાં છે. તાજેતરમાં જ આવેલી તેની આશ્રમ-3 પણ સફળ રહી હતી. તેણે ફિલ્મ બરસાતથી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. પછી ગુપ્ત, સોલ્જર, બાદલ અને બિચ્છુ જેવી ફિલ્મોમાં તેણે કામ કર્યું હતું.

જોકે, તે શરૂઆતની ફિલ્મોમાં થોડો સફળ થયો હતો પણ પછીથી તે નિષ્ફળ થતો ગયો. પ્રકાશ ઝાની આશ્રમ સીરિઝે તેને નવી ઓળખ આપી. હાલમાં આશ્રમની ત્રણેય સીરિઝ સફળ રહી છે અને હવે તેના ચાહકો આશ્રમ-4ની રાહ જોઇ રહ્યા છે અને આ તરફ બોબી તેનો નવો પ્રોજેક્ટ ‘શ્લોકઃ ધ દેશી શરલોક’ લઇને આવી રહ્યો છે. આ ફિલ્મના નિર્માતા કુણાલ કોહલી છે અને આ પ્રોજેક્ટમાં બોબી દેઓલ સાથે અનન્યા બિરલા પણ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, અનન્યા બિરલા આદિત્ય ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા અને મેન્ટલ હેલ્થ એક્ટિવિસ્ટ નીરજા બિરલાની દીકરી છે.

LEAVE A REPLY

3 × four =