ભારતીય બેન્કોમાં વિદેશની તુલનાએ ઊંચા વ્યાજદર અને ડોલરની સામે રૂપિયામાં ઘટાડાને પગલે 2024-25ના નાણાકીય વર્ષમાં ભારતમાં એનઆર ડિપોઝિટનું પ્રમાણ વધીને 11 વર્ષના ઊંચા સ્તરે પહોંચ્યું હતું. FY25માં NRI ડિપોઝિટ સ્કીમ્સમાં રોકાણ વાર્ષિક ધોરણે 10% વધીને $16.2 બિલિયન થયું હતું. ગયા વર્ષે આ ડિપોઝિટ 16.2 બિલિયન ડોલર હતી, એમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના તાજેતરના મન્થલી બુલિટીનમાં જણાવાયું હતું.
ડોલર (FCBR(B)) અને રૂપિયાની થાપણો (NRE(RA)) બંનેમાં વધારો થયો છે જે ભારતીય બજારોમાં ઊંચા વળતરને પ્રતિબિંબિત કરે છે. NRI થાપણોના કુલ નાણા પ્રવાહમાંથી, $7.1 બિલિયન FCNR (B) (ફોરેન કરન્સી નોન રેસિડન્ટ (બેન્ક ડિપોઝિટ) થાપણોમાં આવ્યો હતો. આ થાપણોમાં વિદેશી વિનિમય જોખમ થાપણ સ્વીકારતી બેંક દ્વારા ઉઠાવવામાં આવે છે. આ નાણાપ્રવાહ પાછલા નાણાકીય વર્ષની તુલનામાં 11% વધુ હતો.
ઉદ્યોગના અધિકારીઓએ જણાવ્યું હતું કે FCNR (B) થાપણોના કિસ્સામાં, NRIsને ઓછામાં ઓછા 50-60 બેસિસ પોઇન્ટ વધુ વળતર મળે છે. એનઆરઆઈ ડિપોઝિટ સ્કીમ્સમાં ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ (FCNR) ડિપોઝિટ, નોન રેસિડેન્ટ એક્સટર્નલ (NRE) ડિપોઝિટ અને નોન રેસિડેન્ટ ઓર્ડિનરી (NRO) ડિપોઝિટનો સમાવેશ થાય છે. માર્ચ ૨૦૨૫ના અંત સુધીમાં FCNR (B) ખાતાઓમાં ૩૨.૮ બિલિયન ડોલરની થાપણો હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૫માં ભારતીયોએ લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ ૨૯.૫૬ બિલિયન ડોલર મોકલ્યા છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૪ માં ૩૧.૭૩ બિલિયન ડોલરથી ૬.૮૫ ટકા ઓછા છે.
