ભારતના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને બુધવાર,27 ઓગસ્ટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આના સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કર્યાના મહિનાઓ પછી આ ટુર્નામેન્ટ સાથેના 16 વર્ષ લાંબા જોડાણનો અંત આવ્યો હતો.
નિવૃત્તિની સોશિયલ મીડિયામાં પોસ્ટમાં જાહેરાત કરતાં અશ્વિને જણાવ્યું હતું કે “દરેક અંતની એક નવી શરૂઆત હોય છે, IPL ક્રિકેટર તરીકેનો મારો સમય આજે પૂરો થઈ રહ્યો છે, પરંતુ વિવિધ લીગની આસપાસ રમતના સંશોધક તરીકેનો મારો સમય આજથી શરૂ થાય છે.”
અશ્ચિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી ગત વર્ષે જ નિવૃત્તિ જાહેર કરી હતી. હવે તે અન્ય ટી20 લીગમાં રમતો જોવા મળશે.
આઈપીએલ 2025ની સીઝનમાં આર અશ્વિન ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમ્યો હતો. પરંતુ કોઈ ખાસ જાદુ બતાવી શક્યો નહીં. જેથી તેની રીલિઝ થવાની સંભાવના હતી, તે પહેલાં જ તેને આઈપીએલમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી. આઈપીએલ 2025 મેગા ઓક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સે રૂ.9.75 કરોડમાં અશ્વિનને ખરીદ્યો હતો. પરંતુ ફ્રેન્ચાઈઝીની અપેક્ષા પર ખરો ઉતર્યો ન હતો.
આઈપીએલ 2025માં તેને કુલ નવ મેચ રમી હતી. જેમાં સાત વિકેટ ઝડપી હતી. તેનો ઈકોનોમી રેટ 9.12 રહ્યો હતો. સીએસકે માટે તેને સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર છઠ્ઠો ખેલાડી હતો.
