ગ્રીસમાં પણ મોટા ભાગની દુનિયાની જેમ જ પુરૂષ પ્રધાન સમાજ છે પણ, કાર્પાથોસ ટાપુના કેટલાક વિસ્તારોમાં – દૂર સુદૂરના ગામડામાં સમાજ અને સત્તામાં મહિલાઓનું વર્ચસ્વ છે. રીગોપોલા પાવ્લીદિસ નામની આ આધેડ મહિલાએ ઓલિમ્પોસ ગામ વિષે મુલાકાતી પત્રકાર સાથેની વાતચિતમાં થોડી હળવાશના મૂડમાં તો એવું પણ કહી દીધું હતું કે, મારા પતિ મારા વિના કઈં જ કરી શકવા સમર્થ નથી, પોતાનું ટેક્સ રીટર્ન ફાઈલ કરવા પણ નહીં. 

ડોડેકાનેસ ટાપુના બાકીના વિસ્તારથી અલગ પડી ગયેલું ઓલિમ્પોસ ગામ ડુંગરાળ વિસ્તારમાં આવેલું છે અને અહીં આ મહિલા પ્રધાન સંસ્કૃતિ સદીઓથી ચાલી આવી છે, 16મી સદીના ઓટોમાન સામ્રાજ્ય તેમજ 20મી સદીના ઈટાલીયન શાસનમાં પણ તે જળવાઈ રહી હતી 

1980ના દાયકા સુધી તો આ ગામ સુધી પહોંચવા માટે પાકી સડકો પણ નહોતી. સ્થાનિક ઈતિહાસકાર ગિઓર્ગોસ સામ્પાનાકિસને જણાવ્યા મુજબ અહીં માતા તેની સૌથી મોટી પુત્રીને વારસો સોંપે તેવી પરંપરા છે 

ગ્રીસમાં પણ સામાન્ય રીતે તો પુરૂષ પ્રધાન સમાજ છે, પણ અહીં ઓલિમ્પોસમાં તેનાથી ઉલટું, પુરૂષ પરણીને તેની પત્નીના ઘેર જાય છે. અહીંની મહિલા પ્રધાન સંસ્કૃતિમાં મહિલાઓના નામમાં પણ એનું પ્રતિબિંબ ઝિલાય છે 

સદીઓની પંરપરા 1950ના દાયકામાં વધુ મજબૂત બની, એ સમયગાળામાં ગામના પુરૂષો કામ માટે દેશમાં અન્યત્ર તેમજ વિદેશ પણ – મુખ્યત્ત્વે અમેરિકા તેમજ યુરોપ તરફ જવા લાગ્યા તેના પગલે ઓલિમ્પોસમાં મહિલાઓની આધિપત્યભરી ભૂમિકા વધુ મજબૂત બની. પુરૂષો કામ માટે બહાર જતા ત્યારે પોતાના પરિવાર અને ખેતીની જવાબદારી પોતાની પત્નીઓ તેમજ પુત્રીઓને ભરોસે મુકીને જતા. એ સંજોગોમાં મહિલાઓ પાસે પુરૂષોની ગેરહાજરીમાં કામ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નહોતો રહેતો 

જો કે, અહીંની યુવા પેઢીની કિશોરીઓ, યુવતીઓ માને છે કે, સ્ત્રી પ્રધાન સમાજ હોવા છતાં અહીંનો સમાજ એટલા પ્રગતિશિલ તો નથી જ. જીઓર્ગીઆ ફોર્ટીના કહે છે કે, તેમનો ઘણો નાનો સમાજ છે અને આજે પણ ગામની કાફેમાં કોઈ એકલી મહિલા ગઈ હોય તો લોકોના ભંવા ખેંચાઈ જાય છે.

LEAVE A REPLY

8 + two =