Fear of a new wave of Corona in India since January
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) ચિંતા વ્યક્ત કરી છે કે કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી હોસ્પિટલાઈઝેશન અને મૃત્યુઆંક વધી શકે છે. બલ્યુએચઓ એ જણાવ્યું હતું કે, વિશ્વમાં ઓમિક્રોનના કેસની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે અમને લાગી રહ્યું છે કે હોસ્પિટલમાં ભરતી થનારા દર્દીઓ તથા મૃત્યુઆંક પણ વધી શકે છે.

અહેવાલ પ્રમાણે યુએન હેલ્થ એજન્સીએ એમ પણ કહ્યું હતું કે ઓમિક્રોનથી સંક્રમિત લોકોની ક્લિનિકલ પરિસ્થિતિને સંપૂર્ણ રીતે સમજવા માટે વધુ માહિતીની જરૂર છે અને એજન્સી તમામ દેશોને WHO કોવિડ-19 ક્લિનિકલ ડેટા પ્લેટફોર્મ દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીના ડેટા એકઠા કરીને શેર કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
ડબલ્યુએચઓ એ ગત સપ્તાહે કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ફિચર્સ પર પ્રકાશ પાડ્યો હતો જેમાં નવા સ્ટ્રેઈનમાં કેટલા મ્યુટેશન છે અને તે કેટલો ઝડપથી ફેલાઈ શકે છે. ડબલ્યુએચઓ એ સૂચન કર્યું હતું કે નવા વેરિયન્ટથી રોગચાળા પર અસર થઈ શકે છે પરંતુ હજી કંઈ ખાતરીપૂર્વક કહેવું ઉતાવળીયું ગણાશે