Unseasonal rains in Ahmedabad, North Gujarat and Kutch: One dead due to lightning

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના હવામાન વિભાગે રવિવારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.  ચાર દિવસ રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાની અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થવાની શક્યતાઓ છે. ચોમાસાની આ સિઝનમાં ગુજરાતમાં 24.36 ઈંચ સાથે મોસમનો સરેરાશ 73.67% વરસાદ નોંધાઇ ચૂક્યો છે અને હવે વરસાદની ઘટ માત્ર 19% છે. તે પણ ઓછી થવાની શક્યતાઓ છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે, આ સપ્તાહમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે ફરીથી લો-પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. જે હાલની સ્થિતિએ મધ્યપ્રદેશ પર છે. જે આગામી થોડા દિવસો સુધી મધ્ય ગુજરાત પર રહેશે અને 48 કલાકમાં ધીમે ધીમે નબળું પડતું જશે. જેના કારણે મધ્ય પ્રદેશ તથા તેના પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદી માહોલની પૂરેપૂરી શક્યતાઓ છે. આ સિસ્ટમને કારણે આજથી 23 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. આ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો આવે તેવી વકી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સોમવારે ભાદરવી પૂનમના દિવસે, મહીસાગર, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. મંગળવારે વડોદરા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની પૂરી સંભાવના છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાય છે અને દિવસભર વાદળછાંયુ વાતાવરણ રહે છે. જો કે, જોઇએ તેટલા પ્રમાણમાં વરસાદ પડતો નથી બીજી તરફ હવામાં ભેજનું પ્રમાણ વધવા સાથે ગરમીનો પારો 30 ડિગ્રીની આસપાસ રહેતા લોકોને બપોરના સમયે બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે સારો વરસાદ પડે તો લોકોને ગરમી-બફારાથી છુટકારો મળે તેમ છે.