ભૂતપૂર્વ ચટાન્સેલર જ્યોર્જ ઓસબોર્ને ડિલિવરૂ ખાતે એક્ઝિક્યુટિવ તરીકે સેવા આપતા અને તેમના એક સમયના પૂર્વ સલાહકાર 39 વર્ષના થિયા રોજર્સ સાથે પોતાની સગાઈની ઘોષણા કરી છે. ધ ટાઇમ્સના એક આજીવન વાચકે પેપરના “ફોર્થકમીંગ મેરેજીસ’ના વિભાગમાં તેમની જાહેરાત જોઇ સગાઈની પુષ્ટિ કરી હતી. તેમાં જણાવાયું હતું કે “મિસ ટી. રોજર્સ અને મિસ્ટર જી. ઓસ્બોર્ન. થિયા અને જ્યોર્જ વચ્ચે સગાઈની ઘોષણા કરવામાં આવી છે.”

થિયા રોજર્સ ઑક્સફોર્ડ સ્નાતક છે, જેમણે સરકારમાં ઑસબોર્નના સલાહકાર તરીકે કામ કર્યું હતું અને ભૂતપૂર્વ ચાન્સેલરના દેખાવને તાજગી આપવાનો શ્રેય તેમને આપવામાં આવ્યો હતો. થિયા બીબીસીના ભૂતપૂર્વ પત્રકાર છે અને ડેવિડ કેમેરનના રાજીનામાના સન્માનની યાદીમાં તેમને ‘ઓબીઇ’ બનાવવામાં આવ્યા હતા. લંડન સ્ટોક એક્સચેંજમાં ડિલિવરૂની ગત સપ્તાહની સૂચિમાંથી મલ્ટિમીલિયન પાઉન્ડ વિન્ડફોલની અપેક્ષા તેઓ રાખે છે.

49 વર્ષના ઓસ્બોર્ન પોતાનું નૉટિંગ હિલ ટાઉનહાઉસ £3.95 મિલિયનમાં વેચી રોજર્સ સાથે બ્રુટનમાં રહેવા ગયા હતા. તેઓ સમરમાં તેમના પહેલા બાળકની અપેક્ષા રાખે છે. ઓસ્બોર્ન તેમના પહેલાના 21 વર્ષના ફ્રાન્સિસ હોવેલ સાથેના લગ્નજીવનથી લ્યુક અને લિબર્ટી નામના બે સંતાનો ધરાવે છે. તેમણે 2019માં છૂટાછેડા લીધા હતા. હોવેલના પિતા લોર્ડ હોવેલ કન્ઝર્વેટિવ મિનીસ્ટર હતા.