કોરોના સામે ચાલી રહેલી લડાઈમાં દેશને બે તબક્કે સફળતા મળી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે જાણકારી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં 1074 લોકો સ્વસ્થ થયા છે. આપણો રિકવરી રેટ વધીને 27.52 ટકા થઈ ગયો છે. ડબલીંગ વધીને પણ 12% થઈ ગયો છે જે લોકડાઉન પહેલા 3.4 ટકા હતો. એટલે કે 12 દિવસમાં કેસ ડબલ થઇ રહ્યા છે.

અગ્રવાલે જાણકારી આપતા જણાવ્યું હતું કે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા નો આંકડો 42 હજારની પાર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાના દર્દીઓ વધીને 42,533 થઈ ગયા છે. અત્યાર સુધી 11, 707 દર્દીઓ સ્વસ્થ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં 2,500 નવા કેસ સામે આવ્યા છે. 29, 453 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના લીધે સરકાર સતત ટેસ્ટની સંખ્યા વધારી રહી છે. આજે દેશમાં 426 લેબ કોરોના સંક્રમણના સેમ્પલ ટેસ્ટ કરવા માટે લાગેલી છે. જેમાં 315 સરકારી ક્ષેત્રની લેબ છે જ્યારે 111 ખાનગી ક્ષેત્રની લેબ છે. સરકાર તરફથી ચેતવણી આપતાં જણાવવામાં આવ્યું હતું કે, જો કોરોના સંક્રમણના કેસમાં વધારો થાય છે તો આપેલી છૂટછાટ પરત ખેંચી લેવામાં આવશે. લોકો પોતાની સામાજિક જવાબદારી સમજે અને સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરે.

અગ્રવાલે જણાવ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવું ખૂબ જ જરૂરી છે. જે જિલ્લાઓમાં કોરોના સંક્રમણના કોઈ કેસ નથી અમે જો તે જિલ્લામાં પણ કોરોના સંક્રમણના કેસ આવે છે તો ત્યાં પ્રતિબંધ લગાવવામાં આવશે.

રેલવે ટિકિટના વિવાદ મુદ્દે પ્રેસ કોન્ફરન્સમાં લવ અગ્રવાલે જાણકારી આપતા જણાવ્યું હતું કે, જ્યારે રાજયોએ કેન્દ્રને સંપર્ક કર્યો ત્યારે તેમના માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી હતી. કેન્દ્રએ મજૂરો પાસે કોઇપણ ચાર્જ લેવાની વાત કરી ન હતી. જો ટ્રેન ચલાવવા માટે કોઈ પણ વાત આવે છે તો તેમાં ૫૦ ટકા રેલવે ચાર્જ ભોગવશે જ્યારે ૧૫ ટકા રાજ્યોને આપવા માટે જણાવવામાં આવ્યું છે.