ધી ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ BJP UK (OFBJPUK) મહારાષ્ટ્ર અને UP ચેપ્ટર દ્વારા ઇસ્ટ લંડન ખાતે એક ભવ્ય કાર્યક્રમમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ (UP)માં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીતની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ
ને સમગ્ર લંડનના મહારાષ્ટ્રીયન અને યુપી ડાયસ્પોરા તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને 100થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
પીઢ OFBJPUK નેતા શ્રી મધુકર આંબેકરે ઉપપ્રમુખ ડૉ. આનંદ આર્ય અને મહાસચિવ શ્રી સુરેશ મંગલગિરી સાથે, વિચારપ્રેરક ભાષણો આપી ભાજપની સિદ્ધિઓ અને વિઝન વિશે માહિતી આપી હતી.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી. યુપી સમુદાયના યુવા સભ્યોએ મનમોહક સોલો નૃત્ય રજૂ કર્યું હતું જ્યારે મહારાષ્ટ્રના લોકોએ વીર સાવરકરજી દ્વારા ગવાયેલું આઇકોનિક ગીત જયસ્તુતે રજૂ કર્યું હતું.












