Getty Images)

શક્ય પ્રતિકૂળ આડઅસરોની તાત્કાલિક તપાસ માટે થોડોક સમય માટે થોભાવ્યા પછી ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંભવિત કોરોનાવાયરસ રસીના પરીક્ષણો થોડાક દિવસોમાં જ ફરીથી શરૂ થઈ શકે છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી સાથે કામ કરતા બ્રિટીશ દવા ઉત્પાદક એસ્ટ્રાજેનેકાએ બ્રિટિશ મહિલા વોલંટીયર્સે કરોડરજ્જુને અસર કરતી બીમારી ટ્રાંસ્વર્સ મેલિટીસ (ટીએમ)ના લક્ષણો બતાવ્યા પછી ટ્રાયલ અટકાવ્યા હતા. તે મહિલાને ટી.એમ. હોવાની શંકા હતી પરંતુ નિદાનની પુષ્ટિ થઈ ન હોવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. શહેરની ચર્ચિલ હોસ્પિટલમાં ઉમેદવારની આડઅસરોની સ્વતંત્ર સમીક્ષા કરવામાં આવશે.

એસ્ટ્રાઝેનેકાના ચીફ એક્ઝિક્યુટિવ, પાસ્કલ સોરીઓટે આ પગલાંને “હંગામી વિરામ” તરીકે વર્ણવી નિષ્ણાતોની સ્વતંત્ર સમિતિ તપાસ કરશે એમ જણાવ્યું હતું. કોરોનાવાયરસ રસી બનાવવાની દોડમાં જોડાયેલા યુકે, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં આના કારણે મોટો ઝટકો લાગ્યો હતો. ટીએમ વાયરલ ચેપને લીધે થઈ શકે છે, જે પીડા, સ્નાયુઓની નબળાઇ અને સુન્ન તરફ દોરી જાય છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીને કોરોનાવાયરસની રસી બનાવવાની વૈશ્વિક રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે અને ગત જુલાઈમાં એક વોલંટીયરને શંકાસ્પદ ગંભીર આડઅસર જોવા મળતા નોંધણી અટકાવી દેવામાં આવી હતી. તે વખતે સહભાગીને મલ્ટીપલ સ્ક્લેરોસિસ થયું હોવાનું નિદાન થયું હતું જેની એસ્ટ્રાઝેનેકાએ પુષ્ટિ આપી હતી કે તે આડઅસર રસીથી સંબંધિત નથી.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે એલબીસી રેડિયોને જણાવ્યું હતું કે, ’’આ તકલીફથી પ્રોજેક્ટ પાછો પડશે નહિ. જે રસીના વિકાસનો સામાન્ય ભાગ છે. જો કોઈ સમસ્યા આવે તો સિસ્ટમને થોભાવવામાં આવે છે. રસી સલામત નહિં હોય તો અમે આગળ વધીશું નહિં.”

વપરાશ માટે રસીઓને મંજૂરી આપતી યુકેની સંસ્થા મેડિસીન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીએ કહ્યું કે તે ઓક્સફર્ડની ટીમ સાથે કામ કરી રહી છે.