India-Europe FTA will prove to be a game-changer: Jaishankar
(Photo by MAXIM SHIPENKOV/POOL/AFP via Getty Images)

પાકિસ્તાનના મુદ્દે જયશંકરે જણાવ્યું હતું કે પાકિસ્તાન એક ઉદ્યોગની જેમ ત્રાસવાદને સ્પોન્સર કરે છે અને ભારતનો મૂડ હવે આતંકવાદીઓને નજરઅંદાજ કરવાનો બિલકુલ નથી અને ભારત હવે આ મુદ્દાને ટાળશે નહીં. દરેક દેશ એક સ્થિર પડોશી ઈચ્છે છે…જો બીજું કંઈ નહીં, તો ઓછામાં ઓછા શાંત પડોશી જોઈએ છે. જોકે કમનસીબે ભારત સાથે આવું નથી.

તેમણે કહ્યુ હતું કે કોઈ પણ દેશ એવા પાડોશી સાથે કેવી રીતે હળમળીને રહી શકે કે જે આતંકવાદને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપી રહ્યો હોય…આતંકવાદી ઘટનાઓ સાથે પાકિસ્તાનનુ કનેક્શન એકલ દોકલ ઘટનાઓમાં નહીં બલ્કે સતત સામે આવતુ રહ્યું છે. એ પછી ભારત એવા નિર્ણય પર પહોંચ્યુ છે કે, આ ખતરાનો સામનો કરશે અને આકરા નિર્ણયો લેવા પડે તો લેશે. જયશંકરે નામ લીધા વગર કહ્યુ હતુ કે, એક તરફ પાકિસ્તાન આતંકવાદ ચાલુ રાખશે તો ભારત એવુ ક્યારેય નહીં કહે કે આપણે તેના પર વાતચીત કરીએ.

 

LEAVE A REPLY

thirteen + five =