ભારતના ફૂટવેર ઉદ્યોગ માટેની એક મોટી હિલચાલમાં ભારતીયોના પગના કદ અંગેના એક સર્વેક્ષણમાં હાલની યુકે/યુરોપિયન અને યુએસ સાઈઝિંગ સિસ્ટમ્સની જગ્યાએ ફૂટવેર માટે ઇન્ડિયન સાઇઝિંગ સિસ્ટમનો અમલ કરવાની દરખાસ્ત કરાઈ છે. આ સિસ્ટમને ‘Bha’ નામ આપવામાં આવ્યું છે.

હાલમાં ભારતમાં ઉપલબ્ધ ફૂટવેર અમેરિકન અથવા યુરોપિયન સાઇઝનાં હોય છે. આ જ કારણ છે કે તેઓ આપણા દેશના લોકોના પગમાં ફીટ બેસતા નથી. વાસ્તવમાં ભારતીયોના પગ અમેરિકનો અને યુરોપિયનો કરતાં પહોળા હોય છે, પરંતુ કંપનીઓ અમેરિકનો અથવા યુરોપિયનોના પગની લંબાઈ અને પહોળાઈના આધારે ફૂટવેર તૈયાર કરે છે. હવે આ સિસ્ટમ બદલાવાની દરખાસ્ત કરાઈ છે.

2025થી કંપનીઓ ભારતીયો માટે અલગથી ફૂટવેરનું ઉત્પાદન કરશે. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ અને સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે સમગ્ર ભારતમાં એક સરવે હાથ ધર્યો હતો. પગના આકાર અને કદને સમજવા માટે ડિસેમ્બર 2021 અને માર્ચ 2022 વચ્ચે એક સરવે કરવામાં આવ્યો હતો. આ સરવેમાં પાંચ ભૌગોલિક વિસ્તારોમાં 79 સ્થળોએ રહેતા લગભગ 1,01,880 લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આ સરવેમાં શરૂઆતમાં વિવિધ વંશીયતાને આવરી લેતા ભારતીયો માટે ઓછામાં ઓછી પાંચ ફૂટવેર સાઈઝિંગ સિસ્ટમની દરખાસ્ત કરાઈ છે.

LEAVE A REPLY

three × 3 =