(PTI Photo)

૧૯૮૮ની બીઆર ચોપરાની ટીવી શ્રેણી મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવવા માટે જાણીતા બનેતા અભિનેતા પંકજ ધીરનું બુધવાર, 15 ઓક્ટોબરે ૬૮ વર્ષની વયે અવસાન થયું હતું. છેલ્લાં કેટલાંક મહિનાઓથી પંકજ ધીર કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતાં.

પંકજ ધીરે ચંદ્રકાંતા, ઝી હોરર શો, કાનૂન અને તાજેતરમાં સસુરાલ સિમર કા જેવી ટીવી સિરિયલો ઉપરાંત સોલ્જર, અંદાજ, બાદશાહ, અને તુમકો ના ભૂલ પાયેંગે જેવી ફિલ્મોમાં પણ અભિયન કર્યો હતો. તેમની પત્ની અનિતા ધીર કોસ્ચ્યુમ ડિઝાઇનર છે અને તેમનો પુત્ર નિકિતિન ધીર પણ અભિનેતા છે.

મૂળ પંજાબના પંકજ ધીર ફિલ્મ નિર્માતા સીએલ ધીરના પુત્ર હતાં, જેમણે ગીતા બાલી-સ્ટારર બહુ બેટી અને ઝિંદગી જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.અભિનય ઉપરાંત, પંકજ ધીરે તેમના ભાઈ સતલુજ ધીર સાથે મળીને મુંબઈમાં વિસેજ સ્ટુડિયોઝ નામનો શૂટિંગ સ્ટુડિયો સ્થાપ્યો. 2010માં અભિનેતાએ મહત્વાકાંક્ષી કલાકારો માટે અભિન્નય એક્ટિંગ એકેડેમીની સ્થાપના કરી હતી.

આ અભિનેતાએ ૧૯૮૦ના દાયકામાં શોબિઝમાં પ્રવેશ કર્યો હતો, ઘણી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવી હતી, પરંતુ મહાભારતે જ તેમને ઘર-ઘરમાં જાણીતું નામ બનાવ્યું હતું.

LEAVE A REPLY