શ્રી શૈલેષભાઇ સોલંકીના દીકરા શ્યામલ, પૌલોમી અને ક્રિષ્ના સોલંકીએ સ્વ. પાર્વતીબેનને શબ્દાંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’દાદીના હુંફાળા સ્મિત, તેમની દયાળુ આંખો અને હાસ્યને અમે ચૂકી જઇશું. અમે છોડને પાણી આપતાં, પરિવાર માટે કાળજીપૂર્વક ભોજન બનાવતાં, ઉનાળામાં ભારતીય સાહિત્યને વાંચતા અને મારા ભાંગેલા ગુજરાતી પર હસતાં જોવાનું ચૂકી જઈશું. તેઓ અમારા સૌનો વિશ્વાસ, માર્ગદર્શક અને શાણપણનો સ્ત્રોત હતા. તેમણે અમને સંબંધ અને સલામતીની મજબૂત ભાવના પ્રદાન કરી હતી. તેમની દયાળુ સ્મિત અને શાંત હાજરી અમને આરામ આપતાં. તેઓ અમને જીવનની તમામ બાબતો પર સલાહ આપતા અને સમાધાન, ધીરજ અને કૃતજ્ઞતાનું મહત્વ શીખવી ઘરને ઘર કેવી રીતે બનાવવું તે સમજાવતા. અમારા સૌથી વહાલા દાદા સાથેના તેમના સંબંધો તેનું ઉદાહરણ હતા.’’

‘’તેમણે જે કર્યું તેમાં તેઓ સંપૂર્ણ અને સચોટ હતા. તેમણે બિઝનેસ, પારિવારિક જીવન અને ઘરગથ્થુ ફરજોને ફરિયાદ કે સમાધાન કર્યા વિના આકર્ષક રીતે સંતુલિત કરી હતી. તેમણે આપણી સંસ્કૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો અને જીવનના દરેત તબક્કે અમારામાં યોગ્ય નૈતિકતા અને મૂલ્યો સ્થાપિત કર્યા હતા. મને યાદ છે કે નાનો હતો ત્યારે હું તેમના ખોળામાં બેસતો ત્યારે મારા વાળમાં હાથ ફેરવી પ્રેમથી કહેતા કે ‘મારો મોર, મારા ચકુડો.’ ભારતમાં બાળકોના શિક્ષણ માટે ભંડોળ આપવાથી લઇને પક્ષીઓને ખવડાવવા, લોકોની સંભાળ રાખવા તેઓ તત્પર રહેતા.’’

LEAVE A REPLY

ten − 9 =