(Photo by Gareth Copley/Getty Images)

આગામી ટી-20 વર્લ્ડ કપ માટેની ઓસ્ટ્રેલિયાની ટીમમાં મિચેલ માર્શની કેપ્ટનશીપ હેઠળ કેટલાક નવા ચહેરાને તક આપી છે, તો એકપણ ડાબોડી ફાસ્ટ બોલરનો સમાવેશ નહીં કરાયાનું આશ્ચર્ય પણ છે.

ઓસ્ટ્રેલિયાની ગ્રુપ સ્ટેજની તમામ મેચ શ્રીલંકામાં રમાવાની છે, ત્યાં સ્પિનરોનું પ્રભુત્વ રહે છે. આ જ કારણોસર ઓસ્ટ્રેલિયાની ટીમમાં વધુ સ્પિન વિકલ્પોનો સમાવેશ કરાયો છે.

મિચેલ સ્ટાર્ક ટી-20 ઈન્ટરનેશનલ્સમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે, તો સ્પેન્સર જોન્સન પીઠની ઈજાને કારણે બહાર છે. આ સંજગોમાં ઝેવિયર બાર્ટલેટને તક મળી છે. આ ઉપરાંત, ઓલરાઉન્ડર મેથ્યુ શોર્ટ, સ્પિનર ​​મેથ્યુ કુહ્નમેન ઓસ્ટ્રેલિયા માટે T20 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરી શકે છે.

ટીમમાં જોશ ઈંગ્લિસ એકમાત્ર નિષ્ણાત વિકેટકીપર છે, એલેક્સ કેરી કે જોશ ફિલિપની બેકઅપ તરીકે પસંદગી કરાઈ નથી.

ઓસ્ટ્રેલિયન ટીમ: મિચેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, પેટ કમિન્સ, ટીમ ડેવિડ, કેમરન ગ્રીન, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), મેથ્યુ કુહ્નમેન, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ શોર્ટ, માર્કસ સ્ટોઈનિસ અને એડમ ઝમ્પા.

LEAVE A REPLY