FIILE PHOTO (Photo by STRDEL/AFP via Getty Images)

અમદાવાદ પોલીસે શુક્રવારે અભિનેત્રી પાયલ રોહતગીની ધરપકડ કરી હતી. રોહતગી સામે અમદાવાદના પોતાની સોસાયટીના સભ્યોની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં કથિત અભદ્ર અને બીભત્સ ભાષામાં ટિપ્પણી કરવાનો આરોપ છે. સોસાયટીના ચેરમેને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે પાયલ રોહતગી સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.​​ આ ઘટનાની મળતી વિગત અનુસાર પાયલ રોહતગી સેટેલાઈટ વિસ્તારમાં સુંદરવન એપાર્ટમેન્ટમાં તેનાં માતા-પિતા સાથે રહે છે. આ સોસાયટીના સભ્યોની મીટિંગ પાયલ રોહતગીએ સભ્યો સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને ખોટા કેસમાં ફસાવી ધમકી આપી હોવાનો તેના પર આરોપ છે. સોસાયટીના ચેરમેને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

પાયલ વિવાદમાં ફસાઇ હોય તેવી આ બીજી ઘટના છે. અગાઉ 2019માં વિડિયોમાં વાંધાજનક ટિપ્પણી કરવા બાદ આ ટીવી અભિનેત્રી સામે કેસ દાખલ કર્યો હતો. રાહતગી સામે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પત્ની અને મોતીલાલ નહેરુ અંગે કથિત રીતે અયોગ્ય ટીપ્પણી કરી હતી.

પાયલ રોહતગીએ 36 ચાઇના ટાઉન, દિલ કબડ્ડી જેવી ફિલ્મોમાં ભૂમિકા ભજવી હતી. તે લોકપ્રિય 2008માં રિયાલિટી ટીવી શો બિગ બોસમાં પણ દેખાઈ હતી.