What is 'Operation London Bridge'?

મહારાણીના 70 વર્ષના શાસનની ઉજવણી કરવા માટે સરકારે ચાર-દિવસની વિકએન્ડ હોલીડેની ઘોષણા કરી છે. મે બેન્ક હોલિડે વીકએન્ડને જુન 2022ની શરૂઆતમાં ખસેડવામાં આવી રહ્યો છે અને બેંક હોલીડેના કેલેન્ડરમાં એક વધારાનો દિવસ ઉમેરવામાં આવશે, જેનાથી ચાર દિવસનો બેન્ક હોલીડે વિકએન્ડ થશે. આ રજાઓ ગુરૂવાર તા. 2 જૂન 2022થી ચાર દિવસ સુધી ચાલશે.

લાંબા વિકએન્ડ હોલીડેની રાહ જોવામાં કદાચ 18 મહિનાથી વધુનો સમય લાગશે. પરંતુ મહારાણીને ગાદી પર બેસવાના 70 વર્ષ પૂરા થવા બદલ રાષ્ટ્રને વધારાના એક દિવસની રજા આપવામાં આવશે. આ પ્રસંગે સશસ્ત્ર દળ, ઇમરજન્સી સેવાઓ અને સિવિલ કર્મચારીઓને પ્લેટિનમ જ્યુબિલી મેડલ એનાયત કરવામાં આવશે.

94 વર્ષીય મહારાણીએ 1952માં માત્ર 25 વર્ષની વયે સિંહાસન સંભાળ્યું હતું અને ત્યારથી 14 પ્રધાનમંત્રીઓ સાથે તેઓ કામ કરી ચૂક્યા છે. પ્લેટિનમ જ્યુબિલીની યોજનાઓ જાહેર કરવામાં આવી નથી.

મહેલના પ્રવક્તાએ ઉમેર્યું હતું કે “પ્લેટિનમ જ્યુબિલી, મહારાણીના શાસનકાળ દરમિયાન પ્રાપ્ત કરેલો ટેકો અને વફાદારી સાબિત કરવા માટે રાણીને આભાર વ્યક્ત કરવાની તક આપે છે અને શક્ય તેટલા વધુ લોકોને ઉજવણીમાં જોડાવાની તક મળશે.”