પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મંગળવારે બોડકદેવ વિસ્તારમાં તેની માલિકીના 8,060 ચોરસમીટરના એક પ્લોટની રૂ.151.76 કરોડમાં હરાજી કરી હતી. ઇ-ઓક્શનમાં સિંગલ પ્લોટ માટે કોર્પોરેશનને મળેલી આ બિડ સૌથી ઊંચી છે.

કોર્પોરેશનના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ડેવલપર કંપની શ્રેષ્ઠ ઈન્ફ્રકાસ્ટ્રક્ચર ગ્રુપે આ પ્લોટ ખરીદ્યો હતો. અગાઉ 7 મેએ આ વિસ્તારમાં 3,569 ચોરસ મીટરનો પ્લોટ અન્ય એક ડેવલપર દ્વારા રૂ. 77.04 કરોડમાં ખરીદાયો હતો.

AMCની પ્રેસ રિલીઝ અનુસાર, શ્રેષ્ઠ ઈન્ફ્રા દ્વારા રૂ.1.88 લાખ પ્રતિ ચોરસવારના હિસાબે બોલી લગાવાઈ હતી અને સમગ્ર પ્લોટ માટે કોર્પોરેશનને નક્કી કરેલા બેઝ ભાવ કરતાં રૂ.24.18 લાખ વધુ ચુકવ્યા હતા. આ પ્લોટને ખરીદવા માટે બે બિલ્ડર મેદાનમાં હતા.