વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાવનગરમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આવકાર્યા હતા. વડાપ્રધાન મોદીએ ગુજરાતના વાવાઝોડાથી અસરગ્રસ્ત બનેલા અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. (PTI Photo) IMAGE POSTED @vijayrupanibjp**

ભારતના વડાપ્રધા નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત બનેલા વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતમાં 18મેએ આવેલા વાવાઝોડાને કારણે ઓછામાં ઓછામાં 45 લોકોના મોત થયા હતા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું હતું તથા અમરેલી, ગીર સોમનાથ દીવ, જાફરાબાદ, ઉના અને મહુવાનો એરિયલ સર્વે કર્યો હતો. વડાપ્રધાન બપોરે 1.50 વાગ્યે હવાઈ નિરીક્ષણ કર્યા બાદ ભાવનગર એરપોર્ટ પહોંચ્યા આવ્યા હતા.

ભાવનગર પહોંચ્યા ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી સહિતના સિનિયર પ્રધાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. તૌકતે વાવાઝોડાંને કારણે સૌથી વધુ નુક્સાન ખેડૂતોને થયું છે. સૌરાષ્ટ્રમાં તો લગભગ 90 ટકા ઉભો પાક નાશ પામ્યો છે. કેન્દ્ર સરકાર ગુજરાત માટે કોઈ રાહત પેકેજની ઘોષણા કરે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. સરકારના આદેશ બાદ હાલ અધિકારીઓ દ્વારા દરેક જિલ્લામાં થયેલી નુક્સાનીનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે.