
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સશસ્ત્ર દળો સાથે દિવાળીની ઉજવણી કરવાની તેમની વાર્ષિક પરંપરા જાળવી રાખી અને સોમવાર, 20 ઓક્ટોબરે ગોવા અને કારવાર (કર્ણાટક)ના દરિયાકાંઠે INS વિક્રાંત યુદ્ધવિમાન પર નૌકાદળના સૈનિકો સાથે પ્રકાશના તહેવારની ઉજવણી કરી હતી.
નૌકાદળના સેંકડો બહાદુર” સૈનિકોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે તેઓ ભાગ્યશાળી છે કે તેઓ તેમની સાથે પવિત્ર તહેવાર ઉજવી રહ્યા છે.આજનો દિવસ અદભૂત છે. આ દ્રશ્ય યાદગાર છે. આજે, એક તરફ, મારી સામે સમુદ્ર છે, અને બીજી તરફ, મારી પાસે ભારત માતાના બહાદુર સૈનિકોની તાકાત છે.સમુદ્રના પાણી પર સૂર્યના કિરણોનો પ્રકાશ બહાદુર સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવતા દિવાળીના દીવા જેવો છ. ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ ભારતના સશસ્ત્ર દળોની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન થોડા જ દિવસોમાં આ જહાજે પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું હતું. .
2016માં વડા પ્રધાને હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતીમાં એક ચોકી પર ભારત-તિબેટિયન બોર્ડર પોલીસ કર્મચારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 2017માં તેઓ જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાની ગુરેઝ ઘાટીમાં સરહદ ચોકી પર ગયા હતા. 2018માં વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના હરસિલ ખાતે ભારતીય સેના અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. જે બાદ તેમણે કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
2019માં વડાપ્રધાને જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) સાથે રાજૌરી જિલ્લામાં દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે સૈનિકોને પોતાનો પરિવાર ગણાવ્યા હતા અને તહેવારોમાં પણ સરહદોની રક્ષા કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી.
