BBC's “India the Modi Question” TV series

ભારતમાં ચાર રાજયો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીના એક વર્ષ પછી પણ નરેન્દ્રભાઇ મોદી વડા પ્રધાન પદે સૌથી લોકપ્રિય છે. બીજી તરફ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પીએમ મોદી કરતા ઘણા પાછળ છે. ચાર રાજયો – આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ – અને પુંડુચેરી, જયાં ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી ત્યાં IANS વતી હાથ ધરવામાં આવેલા વિશેષ સર્વેક્ષણ દરમિયાન આ વાત બહાર આવી છે.
જોકે, તમિલનાડુ અને કેરળમાં પીએમના ફેવરિટ ચહેરા તરીકે રાહુલ ગાંધી મોદીથી પાછળ નથી. આ પાંચ રાજયો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ 120 લોકસભા બેઠકો છે અને ભાજપ આસામ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં મજબૂતાઈ મેળવી રહ્યું છે, જયારે કોંગ્રેસ તમિલનાડુમાં અને કેરળમાં વિપક્ષમાં સહયોગી છે.
જયારે લોકોને પૂછવામાં આવ્યું કે તમને વડાપ્રધાન પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર કોણ લાગે છે, તો આસામના 43 ટકા ઉત્તરદાતાઓએ મોદીને સમર્થન આપ્યું હતું. તેમના પછી કેજરીવાલ (૧૧.૬૨ ટકા) અને રાહુલ ગાંધી (૧૦.૭ ટકા) હતા. કેરળમાં, જયાં રાહુલ ગાંધીએ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતી હતી, ત્યાં ૨૮ ટકા ઉત્તરદાતાઓએ કહ્યું કે મોદી તેમની પ્રથમ પસંદગી છે. તે પછી રાહુલ ગાંધી (૨૦.૩૮ ટકા) અને કેજરીવાલ (૮.૨૮ ટકા) આવે છે.
તેવી જ રીતે, તમિલનાડુમાં જયાં કોંગ્રેસ શાસક ડીએમકેની ગઠબંધન ભાગીદાર છે, ૨૯.૫૬ ઉત્તરદાતાઓએ પીએમ પદ માટે તેમની પ્રથમ પસંદગી તરીકે મોદીને ટેકો આપ્યો હતો. તે પછી રાહુલ ગાંધી (૨૪.૬૫ ટકા), જયારે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી ૫.૨૩ ટકા સાથે ત્રીજા ક્રમે છે. પશ્ચિમ બંગાળમાં, ૪૨.૩૭ ટકા ઉત્તરદાતાઓએ વડા પ્રધાન તરીકે મોદીને પસંદ કર્યા હતા. ત્યારપછી મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (૨૬.૦૮ ટકા) અને રાહુલ ગાંધી (૧૪.૪ ટકા) હતા.
પુંડુચેરીમાં, ૪૯.૬૯ ઉત્તરદાતાઓએ મોદીની તરફેણ કરી, જયારે ૧૧.૮ ટકાએ કહ્યું કે તેઓ કોંગ્રેસના અન્ય નેતાઓને પસંદ કરે છે. રાહુલ ગાંધીનું એપ્રુવલ રેટિંગ ૩.૨૨ ટકા હતું. આ પાંચ રાજયો/કેન્‍દ્રશાસિત પ્રદેશોને એકસાથે લઈને, મોદીને ૪૯.૯૧ ટકાનું એપ્રુવલ રેટિંગ મળ્યું હતું. પછી રાહુલ ગાંધી (૧૦.૧ ટકા), કેજરીવાલ (૭.૬૨ ટકા), કોંગ્રેસના અન્ય નેતાઓ (૫.૪૬ ટકા) અને બેનર્જી (૩.૨૩ ટકા) હતા.