Air India-Boeing deal to create 1 million jobs in US:
(ANI Photo/PIB)

પેન્ટાગોને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મહિને યુએસની મુલાકાત દ્વિપક્ષીય સંબંધો માટે નવા માપદંડો સ્થાપિત કરશે તથા બંને દેશો વચ્ચેના સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વેગ આપવા માટે “ખરેખર મોટી, ઐતિહાસિક અને આકર્ષક” જાહેરાતો થવાની સંભાવના છે.

ઈન્ડો-પેસિફિક સુરક્ષા બાબતોના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ ડિફેન્સ એલી રેટનરે એક પેનલ ચર્ચામાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન મોદી મહિનાના અંત ભાગમાં અહીં વોશિંગ્ટન આવશે, ત્યારે મને લાગે છે કે તે સંબંધો માટે નવા માપદંડો સ્થાપિત કરતી ઐતિહાસિક મુલાકાત હશે. મને લાગે છે કે આ વર્ષની શરૂઆતમાં જાપાન ટૂ પ્લસ ટૂ મીટિંગ સંબંધોમાં નિર્ણાયક ક્ષણ હતી તેવી રીતે આ મુલાકાત પણ નિર્ણાયક બનશે. લોકો વડાપ્રધાન મોદીની આ મુલાકાતને યુએસ-ભારત સંબંધો માટે વાસ્તવિક પ્રેરબળ માનશે.

રેટનરે જણાવ્યું હતું કે સંખ્યાબંધ દ્વિપક્ષીય મુદ્દાની આગળ ધપાવવા અને મોદીની અમેરિકા યાત્રા માટેની પૂર્વભૂમિકા તૈયાર કરવા માટે  યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને તાજેતરમાં ભારતની મુલાકાત લીધી હતી.

LEAVE A REPLY

seventeen − six =