નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિયાએ મીડિયાને સંબોધન કર્યું હતું. (REUTERS/Adnan Abidi)

અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિયોએ મંગળવારે જણાવ્યું હતું કે ચીન સહિતની તમામ ધમકીઓનો સામનો કરવા માટે ભારત અને અમેરિકા સહકાર સાધી રહ્યા છે. સુરક્ષા અને સ્વતંત્રતા સામે ચીન ઊભા કરેલા જોખમનો સામનો કરવા માટે અમેરિકા અને ભારતે સહકાર સાધવો પડશે.

ભારતના વિદેશી પ્રધાન એસ જયશંકર અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથેની બેઠ પહેલા પોમ્પિયોએ જણાવ્યું હતું કે આપણા જેવા બે મહાન લોકતંત્ર માટે સાથે મળીને વિકાસ કરીને નવી તક છે. અમે આજે ઘણા મુદ્દા પર ચર્ચા કરીશું. વુહાનમાંથી ઉદભવેલી મહામારીથી લઈને સુરક્ષા અને સ્વતંત્રતા સામે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના જોખમ તથા એશિયા પેસિફિક વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા સહિતના મુદ્દા છે.