વડા પ્રધાન બોરિસ જોન્સન નવા કોવિડ પ્રતિબંધો રજૂ કર્યા પછી અને ડાઉનીંગ સ્ટ્રીટના ભૂતપૂર્વ પ્રવક્તા એલેગ્રા સ્ટ્રેટનનો “ક્રિસમસ પાર્ટી” વિશેનો ઇન્ટર્વ્યુ જાહેર થયા બાદ મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે જો તેમની સામે ભવિષ્માં અવિશ્વાસ મતનો પ્રસ્તાવ લવાય તેવા સંજોગોમાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પીએમ બનવાની દોડમાં જોડાવા વિચાર કરી રહ્યા છે.

ધ સન્ડે ટાઈમ્સના અહેવાલ મુજબ વર્તમાન હોમ સેક્રેટરી વડા પ્રધાન બનવા માટે ગંભીરતાથી વિચારણા કરી રહ્યા હોવાની અફવા ચર્ચાઇ રહી છે. જૉન્સન નવા કોવિડ પ્રતિબંધો રજૂ કર્યા પછી પ્રતિકૂળતાનો સામનો કરી રહ્યા છે અને જો 54 સાંસદો વડા પ્રધાન સામે અવિશ્વાસના મતની માંગ કરે છે, તો શ્રી જૉન્સનને બરતરફ કરી શકાય તેમ છે.

ધ સન્ડે ટાઈમ્સના અહેવાલ અનુસાર, ચાન્સેલર ઋષિ સુનક અને મંત્રી લિઝ ટ્રસ પહેલાથી જ દાતાઓ સાથે લાઈનમાં ઉભા છે. અન્ય સંભવિત ઉમેદવારોમાં માઈકલ ગોવ, નદીમ ઝહાવી, જેરેમી હંટ અને મેટ હેનકોકનો સમાવેશ થાય છે.

દેશના ઈતિહાસમાં પ્રથમ કોન્ઝર્વેટીવ મહિલા બ્રિટિશ-ભારતીય સાંસદ માર્ગારેટ થેચરના પગલે ચાલી શકે છે અને 2019માં, એક ભાષણ દરમિયાન પોતાની તુલના ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન સાથે કરી હતી.

જો તેઓ જૉન્સનનું સ્થાન લેશે તો પ્રીતિ પટેલ બ્રિટિશ ઈતિહાસમાં માર્ગારેટ થેચર અને થેરેસા મે પછી ત્રીજા મહિલા વડાપ્રધાન હશે.