વડા પ્રધાન તરીકે લિઝ ટર્સની વરણી થયા બાદ હોમ સેક્રેટરી શ્રીમતી પ્રીતિ પટેલ રાજીનામુ આપનાર છે જ્યારે શ્રીમતી નાદીન ડોરીસને પદ પર ચાલુ રહેવા માટે કહેવાયું હોવા છતાં તેઓ પુસ્તકો લખવા માટે પાછા ફરવા માંગે છે.

જઇ રહેલા પીએમ બોરિસ જૉન્સનને લખેલા પત્રમાં પોતાના નિર્ણયની જાહેરાત કરતા વિથામના સાંસદ અને 2019થી હોમ સેક્રેટરી તરીકે સેવા આપનાર પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે ‘’હું શ્રીમતી ટ્રસને બેકબેન્ચમાંથી ટેકો આપીશ. હોમ સેક્રેટરી બનવું એ મારા જીવનનું સન્માન હતું. સરકાર છોડવી તે મારી પસંદગી હતી. બ્રિટન હંમેશા સ્વતંત્રતા અને લોકશાહી માટે એક દીવાદાંડી સમાન રહ્યું છે અને તે પ્રકાશને વધુ તેજસ્વી બનાવવા માટે છેલ્લા ત્રણ વર્ષથી તમારી સાથે કામ કરવામાં મને ગર્વ છે. આપણા રાજકીય વિરોધીઓ અને ડાબેરી કાર્યકરો, વકીલો અને પ્રચારકોના અવિરત પ્રયાસો છતાં આ બધું પ્રાપ્ત થયું છે.”

સુએલા બ્રેવરમેન પટેલનું સ્થાન લેશે તેવી અફવાઓને લિઝ ટ્રસની નજીકના સૂત્રો દ્વારા મજબૂત કરાઈ હતી.

જૉન્સનના મજબૂત સાથી શ્રીમતી ડોરીસ 2021થી કલ્ચર સેક્રેટરી તરીકે રાજીનામું આપી રહ્યા છે. પક્ષના નેતા તરીકે લિઝ ટ્રસની ચૂંટણી બાદ કન્ઝર્વેટિવ કો-ચેરમેન તરીકે બેન ઇલિયટે રાજીનામું આપ્યું હતું. મિત્ર બોરિસ સાથે 2019માં જોડાયા પછી પાર્ટીના દાનમાં ભારે વધારો જોવા મળ્યો હતો. તેમને વ્યવસાયિક હિત અને ભંડોળ એકત્ર કરવાની પદ્ધતિઓ પર પણ પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે.

ચુંટાયેલા વડા પ્રધાન ટ્રસની કેબિનેટમાં પૂર્વ ચાન્સેલર સુનક જોડાય તેવી કોઇ શક્યતા નથી.

લિઝ ટ્રસની કેબિનેટમાં એટર્ની જનરલ સુએલા બ્રેવરમેન એકમાત્ર ભારતીય મૂળના સાંસદ હોવાની શક્યતા છે.  બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વાર્ટેંગને ચાન્સેલર ઓફ એક્સચેકર તરીકે અને એજ્યુકેશન સેક્રેટરી જેમ્સ ક્લેવરલીને ફોરેન સેક્રેટરીનું પદ સંભાળવા માટે બઢતી આપવામાં આવશે. બ્રિટિશ પાકિસ્તાની સાજિદ જાવિદને નોર્ધર્ન આયર્લૅન્ડ સેક્રેટરીનું પદ ઑફર કરવામાં આવી શકે છે. ચાન્સેલર નદીમ ઝહાવીને કેબિનેટ ઑફિસ મિનિસ્ટર બનાવવા, ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસ, ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી એની-મેરી ટ્રેવેલિયન અને કલ્ચર સેક્રેટરી નાદિન ડોરીસ તેમના પદ  જાળવી રાખે તેવી અપેક્ષા છે. ટ્રસના નજીકના મિત્ર થેરેસી કોફી હેલ્થ સેક્રેટરી તરીકે સ્ટીવ બાર્કલેનું સ્થાન લે તેવી અપેક્ષા છે.

કેબિનેટ ઉપરાંત, ડાઉનિંગ સ્ટ્રીટમાં પણ વ્યાપક ફેરફાર થવાનો છે. જૉન્સનના કેટલાક વરિષ્ઠ-એઇડ્સ બહાર નીકળવા અથવા ફેરબદલ માટે તૈયાર છે. વડાપ્રધાન માટે કામ કરતા 40 કે તેથી વધુ રાજકીય કર્મચારીઓમાંથી ઘણા જાળવાઇ રહે તેવી અપેક્ષા નથી.

LEAVE A REPLY

4 × 4 =