આગામી સમયમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ તથા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે ૨૯ જાન્યુઆરીથી ૦૨ ફેબ્રુઆરી સુધી રાજ્યકક્ષાનો પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. પ્રથમ તબક્કાના તાલીમ કાર્યક્રમમાં પંચના નૅશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા ૮૩ જેટલા અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા સંબંધી તાલીમ આપવામાં આવી હતી. પાંચ દિવસીય આ તાલીમ કાર્યક્રમમાં ઉમેદવારી પત્રો અને તેને સંલગ્ન બાબતો, EVM-VVPATના સંગ્રહ-પરિવહન અને જાળવણી, મતદાન મથકને લગતી બાબતો, મતદાનના દિવસની વ્યવસ્થાઓ, પોલીંગ સ્ટાફ, આદર્શ આચારસંહિતા, પોસ્ટલ બેલેટ, મતગણતરી અને પરિણામોની જાહેરાત, પેઈડ ન્યૂઝ, મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરીંગ કમિટી, આઈ. ટી. ઍપ્લિકેશન્સ તથા ખર્ચ નિરિક્ષણ સહિતની બાબતો અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી.

LEAVE A REPLY

two × 5 =