રાષ્ટ્રપતિ મુર્મુ
Office of President/ANI Photo)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતના ભાગરૂપે ગુરુવાર, 9 ઓક્ટોબરની સાંજે રાજકોટના હિરાસર એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. ત્રણ દિવસની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

૧૦ ઓક્ટોબરે રાષ્ટ્રપતિ સોમનાથ મંદિરમાં દર્શન અને આરતી કરશે. તે જ દિવસે, રાષ્ટ્રપતિ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે અને સાસણ ગીર ખાતે સ્થાનિક આદિવાસી સમુદાયના સભ્યો સાથે વાતચીત કરશે.રાષ્ટ્રપતિ મુર્મુ 11 ઓક્ટોબરે દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને આરતી કરશે. તેઓ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે

LEAVE A REPLY