રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતના ભાગરૂપે ગુરુવાર, 9 ઓક્ટોબરની સાંજે રાજકોટના હિરાસર એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. ત્રણ દિવસની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
૧૦ ઓક્ટોબરે રાષ્ટ્રપતિએ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન અને આરતી કરી હતી. વેરાવળ શહેર નજીક ભગવાન શિવને સમર્પિત 12 જ્યોતિર્લિંગોમાંના એક, સોમનાથ મહાદેવ મંદિરમાં તેમણે ગંગાનું પવિત્ર જળ અર્પણ કર્યું અને દૈવી મંત્રોના જાપ વચ્ચે ‘સોમેશ્વર મહાપૂજા’ કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ મંદિર પરિસરમાં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.
આ પછી રાષ્ટ્રપતિ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા માટે નીકળી ગયા હતા. સાસણ ગીર ખાતે સ્થાનિક આદિવાસી સમુદાયના સભ્યો સાથે વાતચીત કરશે.રાષ્ટ્રપતિ મુર્મુ 11 ઓક્ટોબરે દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને આરતી કરશે. તેઓ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે
