અમેરિકાના ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ ઉમેદવાર છ ઓક્ટોબર 2020ના રોજ મેરિલેન્ડના હેગર્સટાઉનમાંથી રવાના થતી વખતે પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા છે. (REUTERS/Kevin Lamarque)

અમેરિકાની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટના ઉમેદવાર જો બિડેને જણાવ્યું હતું કે જો પ્રેસિડન્ટ હજુ પણ કોવિડ19નો સામનો કરી રહ્યાં હોય તો તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બીજી ડિબેટની વિરુદ્ધમાં છે. 77 વર્ષીય બિડેન અને 74 વર્ષીય ટ્રમ્પ વચ્ચે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ 29 સપ્ટેમ્બરે થઈ હતી.

બીજી ડિબેટ મિયામી ખાતે 15 ઓક્ટોબરે નિર્ધારિત છે. ત્રીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ ટેનેસીના નેશવિલા ખાતે 22 ઓક્ટોબરે યોજવાનો કાર્યક્રમ છે. બિડને જણાવ્યું હતું કે તેઓએ ગાઇડલાઇનનું પાલન કરવું જોઇએ. ઘણા લોકોને કોરોના થયો છે. તે ગંભીર સમસ્યા છે. તેથી તેઓ ક્લેવલેન્ડ ક્લિનિકની ગાઇડલાઇન અને ડોક્ટરસની સલાહનું પાલન કરશે. બિડેને વધુમાં જણાવ્યું હતું કે ટ્રમ્પની હાલની તબિયત અંગે મને ખાતરી નથી. હું ડિબેટ માટે આતુર છું, પરંતુ હું આશા રાખું છું કે તમામ પ્રોટોકોલનો અમલ કરવામાં આવે છે. ટ્રમ્પે મંગળવારે ટ્વીટ કર્યું હતું કે તેઓ ડિબેટ માટે આતુર છે. વાઇસ પ્રેસિડેન્શિયલ ડિબેટ બુધવારે ઇન્ડિયન અમેરિકન સેનેટર કમલા હેરિસ અને વાઇસ પ્રેસિડન્ટ માઇક પેન્સ વચ્ચે યોજાશે.