Harry claims to have killed 25 Afghan Taliban
ડ્યુક હેરી અને ડચેસ ઑફ સસેક્સ મેગન (Photo by Aaron Chown - WPA PoolGetty Images)

ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અને મેગન માર્કલના બાળકોને  બકિંગહામ પેલેસની વેબસાઇટ પર ગુરુવારે સત્તાવાર રીતે શાહી ટાઇટલની સૂચિમાં ઉમેરવામાં આવ્યા હતા. હવે તેઓ ઔપચારિક રીતે પ્રિન્સ આર્ચી અને પ્રિન્સેસ લિલિબેટ તરીકે ઓળખાશે.

યુ.એસ.માં નામકરણ સમારોહમાં હેરી અને મેગને પ્રથમ વખત તેમની પુત્રી લિલિબેટને પ્રિન્સેસ લિલિબેટ ડાયના તરીકે ઉલ્લેખ કર્યાના એક દિવસ પછી શાહી પરિવારની વેબસાઇટ પર ઉત્તરાધિકારની સૂચિ અપડેટ કરાઇ હતી. અગાઉ, તેઓ માસ્ટર આર્ચી માઉન્ટબેટન-વિન્ડસર અને મિસ લિલિબેટ માઉન્ટબેટન-વિન્ડસર તરીકે સૂચિબદ્ધ હતા. દાદા, રાજા ચાર્લ્સ III, બ્રિટિશ સિંહાસન પર આરૂઢ થયા બાદ તેઓને તેમના ટાઇટલનો આપોઆપ અધિકાર મળ્યો હતો.

શાહી પદવીઓ માટેના નિયમો બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ દ્વારા 1917માં નિર્ધારિત કરાયા હતા. હેરી અને મેગન આ ધોરણો હેઠળ હિઝ અથવા હર રોયલ હાઇનેસ (HRH) ટાઇટલનો ઉપયોગ કરવા માટે હકદાર છે. પરંતુ 2020માં ફ્રન્ટલાઈન રાજાશાહી છોડ્યા પછી તેઓ આ આ શીર્ષકોનો ઉપયોગ કરતા નથી.

LEAVE A REPLY

3 × 1 =