His Royal Highness Prince Phillip Duke of Edinburgh

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પતિ અને શુક્રવારે 99 વર્ષની વયે અવસાન પામેલા પ્રિન્સ ફિલિપના ઔપચારિક અંતિમ સંસ્કાર વિન્ડસર કાસલના સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે શનિવાર, તા 17 એપ્રિલના રોજ બપોરે 3 કલાકે થશે જેનું મોટાભાગની ટીવી ચેનલ્સ દ્વારા પ્રસારણ કરવામાં આવશે. બપોરે 3:00 કલાકે ડ્યુકની યાદમાં દેશભરમાં એક મિનિટનું મૌન રાખવામાં આવશે.

પ્રિન્સ ફિલિપની શાહી રીતરીવાજ વગર અંતિમ વિધિ કરવાની વિનંતીને પગલે જાહેર જનતા તેમનું કોફિન જોવા માટે અસમર્થ રહેશે અને તેમના મૃતદેહને અંતિમ સંસ્કારના દિવસ સુધી વિન્ડસર કાસલના ખાનગી ચેપલમાં આરામ માટે રખાશે. ડ્યુકના અંતિમ સંસ્કાર શાહી પરિવારને છાજે તેવા સ્ટેટ ફ્યુનરલ નહિં પણ ઔપચારિક અંતિમ સંસ્કાર હશે. સ્ટેટ ફ્યુનરલ સામાન્ય રીતે બ્રિટનના રાજાઓ માટે અનામત રાખવામાં આવે છે, જોકે યુદ્ધ સમયના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલનું સ્ટેટ ફ્યુનરલ કરી તેમને માન આપવામાં આવ્યું હતું. 2002માં મરણ પામેલા ક્વીન મધર અને 1997માં મરણ પામેલા ડાયના, પ્રિન્સેસ ઑફ વેલ્સનુ સેરિનમોનિયલ ફ્યુનલ કરાયું હતું.

કોરોનાવાયરસના કારણે લદાયેલા પ્રતિબંધો અને ડ્યુકની ઇચ્છાને જોતાં અન્ય સમયમાં અપેક્ષીત લોકોની ભીડ કરતાં ડ્યુકના સેરીમોનિયલ ફ્યુનરલમાં ઉપસ્થિત લોકોની ભીડ અને સંખ્યા ઘણી ઓછી હશે.

ડ્યુકના કોફિન પર તેમનો વ્યક્તિગત ધ્વજ લપેટવામાં આવશે જે ધ્વજ તેમના ગ્રીક વારસોથી લઈને બ્રિટીશ ટાઇટલ સુધીના તેમના જીવનના તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. કોફિન ઉપર ફૂલોની રેથ પણ રાખવામાં આવશે.

અંતિમ સંસ્કારના દિવસે, તેમનું કોફિન ખાનગી ચેપલથી વિન્ડસર કાસલના સ્ટેટ એન્ટ્રન્સ પર લાવવામાં આવશે. ડ્યુકે ખુદે જેની ડિઝાઇન કરવામાં મદદ કરી હતી તેવી મોડીફાઇડ લેન્ડ રોવર પર બ્રિટનના સમય મુજબ બપોરે 2.40 કલાકે તેમનું કોફિન મૂકવામાં આવશે. તે કોફિનને ત્યાંથી ટૂંકા અંતરે આવેલા સેન્ટ જ્યોર્જ ચેપલ સુધી લઈ જવામાં આવશે.

બપોરે 2.45થી અંતિમયાત્રા શરૂ થશે અને લેન્ડ રોવર કારને રોયલ મરીન અને ડ્યુક સાથે સંકળાયેલ અન્ય રેજિમેન્ટ્સ અને કોર્પ્સના પૉલબેરર્સ દ્વારા ફ્લેન્ક કરવામાં આવશે. પ્રિન્સ ઑફ વેલ્સ સહિતના શાહી પરિવારના સભ્યો કોફિનની પાછળ ચાલશે. સર્વિસ માટે રાણી અલગથી ચેપલ જશે. ગ્રેનેડીઅર ગાર્ડ્સના બેન્ડની આગેવાનીમાં આ યાત્રાના માર્ગને રોયલ નેવી, રોયલ મરીન, ધી હાઇલેન્ડર્સ, સ્કોટલેન્ડની ચોથી બટાલિયન રોયલ રેજિમેન્ટ અને રોયલ એરફોર્સના જવાનો દ્વારા લાઇન અપ કરવામાં આવશે. આ સમય દરમિયાન કિલ્લાના પશ્ચિમ છેડે આવેલા કર્ફ્યુ ટાવર પર ઘંટ વાગવાની સાથે કિંગ્સ ટ્રૂપ રોયલ હોર્સ આર્ટિલરી દ્વારા ગન ફાયર કરવામાં આવશે.

બપોરે 2-53 કલાકે લેન્ડ રોવર સેન્ટ જ્યોર્જ ચેપલના વેસ્ટ સ્ટેપ્સ પર પહોંચશે, અને રાઇફલ્સ રેજિમેન્ટ દ્વારા ગાર્ડ ઑફ ઓનર અપાશે અને બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. કોફિનને ચેપલના પગથિયા તરફ ઉપર લઇ જતી વખતે હાઉસહોલ્ડ કેવેલરીના સભ્યો વેસ્ટ સ્ટેપ્સની સાથે જોડાશે અને રોયલ નેવી “પાઇપિંગ પાર્ટી” નોટિકલ કોલ વગાડશે જેને “સ્ટીલ” તરીકે ઓળખવામાં આવે છે.  જ્યાં ડીન ઓફ વિન્ડસર અને આર્ચબિશપ ઓફ કેન્ટરબરી, રોયલ ફેમિલીના સભ્યો અને ડ્યુકના પર્સનલ સેક્રેટરી ચેપલમાં લઇ જશે. બાકીના લોકોને પ્રવેશ મળશે નહિ.

ચેપલની અંદર કોફિનને કેટાફૉલ્ક પ્લેટફોર્મ પર મૂકવામાં આવશે અને ફ્યુનરલ સર્વિસની શરૂઆત થશે. યુકે અને કોમનવેલ્થ દેશો દ્વારા તેમને આપવામાં આવેલા મેડલ, માન-ચાંદ અને ડેકોરેશન્સ, તેમનો ફીલ્ડ માર્શલનો બેટન, રોયલ એરફોર્સ વિંગ્સ અને ડેનમાર્ક અને ગ્રીસનાં ચાંદ વગેરે સેન્ટ જ્યોર્જીસ ચેપલની વેદી પરના તકીયાઓ પર દર્શાવવામાં આવશે. સર્વિસ પછી ડ્યુકને રોયલ વોલ્ટમાં દખલ કરવામાં આવશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “કોવિડ-19 રોગચાળો થતાં સર્જાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને અંતિમ સંસ્કારની વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો છે અને અફસોસ સાથે વિનંતી કરવામાં આવી છે કે જનતાએ અંતિમ સંસ્કાર સહિત કોઈપણ કાર્યક્રમમાં ભાગ લેવાનો પ્રયાસ કરવો નહિં.”

યુકેની તમામ સરકારી ઇમારતો પર અંતિમવિધિ પછીના દિવસે સવારે 8:00 વાગ્યા સુધી ડ્યુકને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા તેમના સત્તાવાર ધ્વજ અડધી કાઠીએ લહેરાવવા કહેવામાં આવ્યું છે.

અંતિમ સંસ્કારમાં કોણ ભાગ લેશે?

ઇંગ્લેન્ડમાં કોરોનાવાયરસ પ્રતિબંધોનો અર્થ એ છે કે ફ્યુનરલમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે ફક્ત 30 લોકો હોજર રહી શકશે. જેમણે માસ્ક પહેરવાનો રહેશે. ઉપસ્થિત લોકોની સંખ્યામાં પૉલબેર્રસ અને પાદરીઓ શામેલ નથી. આમંત્રિત મહેમાનો અથવા પરિવારના સભ્યોની વિગતો હજી જાહેર કરાઇ નથી. પ્રિન્સ હેરી હાજર રહેશે પરંતુ તેની ગર્ભવતી પત્ની મેગન તબીબી સલાહને પગલે યુ.એસ.થી આવશે નહીં.

ફોર્થ બ્રિજ નામના કોડ નેમની ગોઠવણ હેઠળ, હજારો લોકો લંડન અને વિન્ડસરમાં ભેગા થવાની ધારણા છે. કેટલાક લોકો કેમ્પીંગ કરે તેવી ધારણા છે. સશસ્ત્ર સૈન્યના સેંકડો સભ્યો પણ ડ્યુકના સન્માનમાં રસ્તાઓ પર લાઇનો લગાવશે અને ભીડને કાબૂમાં રાખવા હજારો પોલીસ અધિકારીઓ તેનાત કરાશે.

દેશમાં ચાલી રહેલો રાષ્ટ્રીય શોક અંતિમ સંસ્કારના દિવસે સમાપ્ત થશે. તમામ સરકારી ઇમારતો પર યુનિયન જેક અને રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકશે. જ્યાં રાણી નિવાસસ્થાનમાં નહિં હોય તે શાહી બિલ્ડિંગ્સ પર યુનિયન જેક અડધી કાઠીએ ફરકશે. રીવાજ મુજબ મહારાણી જ્યાં નિવાસ કરતા હોય છે તે મહેલ પરનો ધ્વજ હંમેશા આખી કાઠી પર ઉપર ફરકાવવામાં આવે છે. રોયલ ફેમિલી બે અઠવાડિયાનો શોક પાળશે. પરંતુ પરિવારના સભ્યો કાર્યક્રમોમાં ભાગ લેશે અને જ્યાં યોગ્ય હોય ત્યાં કાળા રંગની શોક દર્શાવતી પટ્ટી પહેરશે.