Biden's announcement to re-enter the race for the presidency
(Photo by MANDEL NGAN / AFP)

99 વર્ષની વયે પ્રિન્સ ફિલીપના નિધન બાદ વિશ્વભરના રાજવીઓ, રાષ્ટ્રપતિઓ, વડા પ્રધાનો અને ખાસ કરીને જ્યાં 2.4 બિલીયન લોકો વસે છે તે કોમનવેલ્થના 54 દેશોના નેતાઓ દ્વારા ડ્યુક ઓફ એડિનબરાને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. ડ્યુકના નિધનને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિઘ અગ્રણીઓએ શોક દર્શાવ્યો હતો. પ્રિન્સ ફિલિપના ઘણા પૂર્વ અથવા વર્તમાન યુરોપિયન શાહી ઘરો સાથે લોહીના સંબંધો હતા, અને તેમાંના ઘણા સભ્યોએ શોક પાઠવ્યો હતો.

યુએસના રાષ્ટ્રપતિ જૉ બાઇડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડેને મહારાણી, રાજવી પરિવાર અને યુકેના લોકોને તેમનો ગહેરો શોક પાઠવ્યો હતો. એક નિવેદનમાં, તેમણે કહ્યું હતું કે ડ્યુકે “ખુશીથી પોતાને યુકે, કોમનવેલ્થ અને તેના પરિવાર માટે સમર્પિત કર્યા હતા. તેમનો વારસો ફક્ત તેમના પરિવાર દ્વારા જ નહીં, પરંતુ તમામ સખાવતી પ્રયાસોમાં તેમણે આપ્યો છે.” ટ્રમ્પ અને ઓબામા સહિત યુએસના તમામ જીવંત રાષ્ટ્રપતિઓએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સૈન્યમાં પ્રતિષ્ઠિત કારકિર્દી અને ઘણી સમુદાયીક સેવાઓ માટેની પહેલના અગ્રણી તરીકે ડ્યુકને યાદ કર્યા હતા અને તેમના સમર્પિત જીવનકાળની પ્રશંસા કરી હતી.

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને ટ્વીટ કર્યું હતું કે ‘’ડ્યુકે એક એવી પેઢીની મૂર્તિ બનાવી છે જે આપણે ફરી ક્યારેય જોઈશું નહીં.”  સ્કોટ મોરિસન સિડનીના સેન્ટ એન્ડ્ર્યૂઝ કેથેડ્રલની સર્વસમાં હાજર રહ્યા હતા જેમાં રાજવી પરિવાર માટે પ્રાર્થના અને પ્રિન્સ ફિલિપના સન્માનમાં એક નેવલ હીમ્નનું ગાન કરાયું હતું. તેમણે અંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’ડ્યુક એક એવા માણસ હતા જેઓ દ્રઢ હતા, જેમના પર વિશ્વાસ કરી શકાય, જેઓ હંમેશા તેમની રાણીના પડખે ઉભા રહ્યા હતા.’’  રેવરન્ડ કનિષ્ક દ સિલ્વા રફાએલે સેવામાં જણાવ્યું હતું કે ‘’પ્રિન્સ ફિલિપની ઑસ્ટ્રેલિયાની ઘણી મુલાકાતોને પગલે અમે તેમને કરુણા અને સેવા, વ્યક્તિગત હૂંફ, બૌદ્ધિક જિજ્ઞાસા અને ઉદાર ભાવનાના માણસ તરીકે જાણીએ છીએ.”

શનિવારે ઓસ્ટ્રેલિયાના સંસદ ભવન ખાતે શનિવારે 41 બંદૂકની સલામી આપવામાં આવી હતી. 1954માં પ્રિન્સ ફિલિપ નવો તાજ પહેરેલી રાણી એલિઝાબેથ સાથે પહેલી મુલાકાતે પહોંચ્યા સિડની હાર્બર બ્રિજ પર રાષ્ટ્ર ધ્વજને અર્ધી કાઠીએ ઉતારવામાં આવ્યો હતો.

ન્યુ ઝિલેન્ડમાં, રવિવારે દેશની રાજધાની, વેલિંગ્ટનમાં એક સમારંભ યોજાયો હતો અને 41 બંદૂકની સલામી આપવામાં આવી હતી. ન્યુ ઝિલેન્ડના વડા પ્રધાન જેકિંડા આર્ડર્ને નોંધ્યું હતું કે ડ્યુકના હિલેરી એવોર્ડ દ્વારા હજારો યુવાનોએ “જીવન બદલાવતા પડકારો પાર પાડ્યા હતા.

શનિવારે, રોમન કેથોલિક ચર્ચના નેતા પોપ ફ્રાન્સિસે પ્રિન્સની “ભાવિ પેઢીના શિક્ષણ અને ઉન્નતિ પ્રત્યે પ્રતિબદ્ધતા બદલ નોંધ લઇ ડ્યુકને તેમના લગ્ન અને પરિવાર પ્રત્યેની નિષ્ઠા બદલ શ્રદ્ધાંજલિ આપી હતી.

તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ રાણી અને પ્રિન્સ ચાર્લ્સને પત્ર લખીને કહ્યું હતું કે ‘’પ્રિન્સ ફિલિપને અર્થપૂર્ણ જીવન જીવવા માટે યાદ કરવામાં આવશે.’’

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ તેમની સંવેદનાઓ મોકલી હતી.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ડ્યુક ફિલિપને મહાન હેતુ અને પ્રતીતિના માણસ ગણાવી જણાવ્યું હતું કે ‘’ડ્યુકે આપણા દેશ – અને વિશ્વના સામાજિક બાંધકામમાં ખૂબ જ ફાળો આપ્યો છે”.

યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડર લેયેને શાહી પરિવાર અને યુનાઇટેડ કિંગડમના લોકો પ્રત્યે આ ખૂબ જ દુ:ખદ દિવસ માટે સંવેદના વ્યક્ત કરી છે.

રાણીને કરેલા તારમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને કહ્યું હતું કે ડ્યુકે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય રીતે આદર મેળવ્યો હતો.

ચાન્સેલર એન્જેલા મર્કેલે કહ્યું હતું કે ડ્યુકની જર્મની સાથેની મિત્રતા, તેમનો સીધો સ્વભાવ અને તેની ફરજની ભાવના યાદ રહેશે.

ફ્રાન્સના વિદેશ પ્રધાન જીન-યવેસ લે ડ્રાયેને ડ્યુકને મહાન શૈલીના માણસ ગણાવી “ફ્રાંસ તેના મિત્રોના દુ:ખમાં જોડાય છે અને સદીઓના સાક્ષી એવા માણસના જીવનને સલામ કરે છે.”

ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું હતું કે ‘’ડ્યુક નિશ્ચિત લોકસેવક હતા અને વિશ્વને તેમની ખોટ સાલશે.‘’ ડ્યુકની માતા, પ્રિન્સેસ એલિસ ઑફ બેટનબર્ગનું 1969માં મૃત્યુ થયું હતું, તેમને જેરૂસલેમના ચર્ચ ઑફ મેરી મેગડાલીનમાં દફનાવવામાં આવ્યા હતા.

ઇટલીના રાષ્ટ્રપતિ સેર્ગીયો મત્તેરેલાએ કહ્યું હતું કે ‘’ પ્રિન્સ ફિલિપની ઇટલીની કલાત્મક અને સાંસ્કૃતિક વારસાની ઉંડી પ્રશંસાની યાદોની કદર કરશે”

આઇરિશ રાષ્ટ્રપતિ માઇકલ ડી હિગિન્સે પ્રિન્સ ફિલિપની ઔપચારિક પ્રસંગોમાં અનૌપચારિકતાની હવા લાવવાની ક્ષમતાની પ્રશંસા કરી હતી.

સ્પેનના કિંગ ફેલિપા અને રાણી લેટિઝિયા ગૌરવપૂર્ણ રહ્યાં હતા, તેમણે તાર કરીને કાકી લિલીબેટ (ડ્યુક દ્વારા મહારાણી માટે ઉપયોગમાં લેવાતું સ્નેહપૂર્ણ નામ) અને ડિયર અંકલ ફિલિપને “અમારા બધાનો  પ્રેમ અને લાગણી મોકલ્યા છે’’ તેમ જણાવ્યું હતું. તેમણે મહારાણીને કહ્યું હતું કે “અમે તેમની સાથે શેર કરેલી ક્ષણોને ક્યારેય ભૂલીશું નહીં.”

સ્વીડનના રાજા કાર્લ ગુસ્તાફે કહ્યું હતું કે ડ્યુક ઘણાં વર્ષોથી અમારા પરિવારના એક મહાન મિત્ર હતા, આ સંબંધની અમને ઉંડી કદર છે”.

સ્વીડિશ રાજવી પરિવારની પ્રવક્તા માર્ગારેટા થોર્ગ્રેને બીબીસીને કિંગ અને ડ્યુક સાથે મળીને ઇંગ્લેન્ડમાં સેઇલ કરતાં હતા તેમ જણાવી કહ્યું હતું કે “આ તેમની વચ્ચેની મિત્રતાની શરૂઆત હતી.”

ડચ રાજવી પરિવારે કહ્યું હતું કે તેઓ પ્રિન્સ ફિલિપને ખૂબ જ આદરથી યાદ કરે છે. “તેમના જીવંત વ્યક્તિત્વએ એક અસીમ છાપ ઉભી કરી હતી.”

બેલ્જિયમના રાજા ફિલિપે કહ્યું હતું કે ‘’હું અને ક્વીન મેથિલ્ડે હંમેશાં આપણા હાર્દિક અનુભવોની યાદોને વગોળીશુ.”

કેન્યાના રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટાએ કહ્યું હતું કે ‘’ડ્યુક કૌટુંબિક મૂલ્યો અને બ્રિટીશ લોકોની સાથે સમગ્ર વૈશ્વિક સમુદાયની એકતાનું પ્રતીક હતા”.

આફ્રિકાના ઝિમ્બાબ્વે અને ટાન્ઝાનિયાના પ્રમુખે શોક સંદેશ પાઠવ્યા હતા.

માલ્ટાના વડા પ્રધાન રોબર્ટ અબેલાએ લખ્યું હતું કે “માલ્ટાને પોતાનું ઘર બનાવનાર પ્રિન્સ ફિલિપની ખોટથી ખરેખર દુ:ખ થયું. તેઓ અહીં ઘણી વાર પાછો ફર્યા હતા. અમારા લોકો હંમેશા તેમની યાદશક્તિનો ખજાનો જાળવી રાખશે.”

કતારના અમીર શેખ તમિમ બિન હમાદ અલ થાનીએ રાણી, રાજવી પરિવાર અને બ્રિટિશ લોકોને તેમનો શોક અને સહાનુભૂતિ મોકલી હતી.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે ‘’પ્રિન્સ ફિલિપ એક સમજદાર નેતા હતા અને પાકિસ્તાન-યુકે સંબંધોને પ્રોત્સાહિત કરવામાં તેમની ભૂમિકા હંમેશાં યાદ કરવામાં આવશે.’’