ભારતીય મૂળના ભૂતપૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને ઘોર અપમાનજનક અને ધમકીભર્યો પત્ર મોકલ્યાની કબુલાત કરનાર 65 વર્ષીય પૂનીરાજ કનાકિયાને લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે પાંચ મહિનાની જેલ કરી છે.

પટેલને સંબોધીને હાથથી લખાયેલા પત્રનું ફોરેન્સિક વિશ્લેષણ કરાયું હતું. સાઉથ લંડન ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના કોમ્પ્લેક્સ કેસવર્ક યુનિટના વરિષ્ઠ ક્રાઉન પ્રોસીક્યુટર લોરેન દોશીએ જણાવ્યું હતું. “આ સજા સ્પષ્ટ સંદેશ મોકલે છે કે આ પ્રકારની ધમકીઓને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે અને તેને સહન કરવામાં આવશે નહીં. CPS આવા ગુનાઓ સામે કાર્યવાહી કરવામાં અચકાશે નહીં.”

પોલીસ પૂછપરછમાં ઇસ્ટ લંડનના હેલ્થકેર સેક્ટરના કાર્યકર કનાકિયાએ પત્ર લખ્યો હોવાનો ઇનકાર કર્યો હતો પરંતુ છેવટે ગયા વર્ષે માર્ચમાં અભદ્ર અથવા અપમાનજનક સંદેશો આપતો પત્ર મોકલવાના એક ગુના માટે તેને દોષિત ઠરાવ્યો હતો.

LEAVE A REPLY

1 × four =