Home Secretary, Priti Patel
Home Secretary, Priti Patel (Photo by Christopher Furlong/Getty Images)

બુલીઇંગ માટે પ્રિતિ પટેલને હોમ સેક્રેટરી પદ પરથી દૂર કરવાના ઇનકાર બાદ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પર મંત્રીઓ અને વરિષ્ઠ સિવિલ સર્વન્ટ્સને પત્ર લખીને બેવડા ધોરણો આચરવાનો આરોપ મૂકાયો છે. વડા પ્રધાન અને કેબિનેટ સેક્રેટરી સાયમન કેસે  સોમવારે એક સંયુક્ત ઇમેઇલ લખી “રાજકારણીઓ અને તેમના અધિકારીઓ વચ્ચે પરસ્પર વિશ્વાસ અને આદર” જાળવવા માટે કહ્યું હતું.

વરિષ્ઠ સિવિલ સર્વન્ટ્સનું પ્રતિનિધિત્વ કરતા એફડીએ યુનિયનના વડા ડેવ પેનમેને કહ્યું હતું કે ‘’વડા પ્રધાનના તાજેતરના શબ્દો જાહેર સેવકોને આશ્વાસન આપવા માટે થોડુંક કરશે. પેનમેને જણાવ્યું હતું કે, “ઓગસ્ટ 2019માં તેમણે મિનીસ્ટરીયલ કોડની પ્રસ્તાવના બાંધતા ચોક્કસ શબ્દોમાં કહ્યું કે, ‘ત્યાં કોઈ બુલીઇંગ અને કોઈ પરેશાની હોવી જ જોઇએ નહીં. જો વડા પ્રધાન આ ધોરણો પ્રત્યેની તેમની કટિબદ્ધતા પ્રત્યે ગંભીર હતા, તો તેમણે આ ફરિયાદોનો સામનો કરવા માટે એક સ્વતંત્ર અને પારદર્શક પ્રક્રિયા રજૂ કરવાની હતી.”

વ્હિસલ બ્લોઇંગ કાયદા હેઠળ પટેલ સામે ખોટી રીતે બરતરફ કરવા માટેનો કેસ ચલાવનાર હોમ ઓફિસના ટોચમા અધિકારી રત્નમે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘’પ્રીતિ પટેલને 2019માં તેમની નિમણૂક પછીના મહિને ચીસો પાડવી નહીં અને સ્ટાફને ગાળો બોલવી નહિં તેવી સલાહ આપવામાં આવી હતી, અને તેમને કર્મચારીઓની સાથે આદરપૂર્વક વર્તવાની વાત કરી હતી.