(istockphoto.com)

સ્ત્રીઓને માનસિક રૂપે પુરૂષો કરતાં કોવિડ-19 રોગચાળો વધુ પડકારજનક લાગ્યો છે અને તેમણે  હતાશા, અસ્વસ્થતા અને એકલતાના ઉચ્ચ સ્તરની અસર તેમજ જીવન સંતોષ અને સુખના સ્તરનો ઓછો અહેસાસ થતો હોવાની ફરિયાદ કરી હોવાનું યુ.સી.એલ.ના સંશોધનકારોને સામાજીક અધ્યયનના ભાગ રૂપે જાણવા મળ્યું હતું.

BAME  બેકગ્રાઉન્ડના લોકોના અભ્યાસ દરમિયાન પ્રતિસાદ આપનારા લોકોએ રોગચાળા દરમિયાન દરેક બાબતે અન્ય જૂથો કરતા સતત ખરાબ માનસિક સ્વાસ્થ્યની ફરિયાદ કરી હતી. અન્ય જૂથોમાં ઉચ્ચ ડિપ્રેસન અને અસ્વસ્થતાના જોખમની ફરિયાદ કરનારા લોકોમાં યુવાન પુખ્ત વયના લોકો, એકલા રહેતા લોકો, ઘરની ઓછી આવક ધરાવતા લોકો, બાળકો સાથે રહેતા લોકો અને શહેરી વિસ્તારોમાં રહેતા લોકોનો સમાવેશ થાય છે. લાંબા ગાળાની શારીરિક સ્વાસ્થ્યની સ્થિતિ ધરાવતા અને ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકોમાં હતાશા અને અસ્વસ્થતાનું સ્તર પણ ઉંચું છે.

કોવિડ-19ના કારણે BAME બેકગ્રાઉન્ડના લોકો તેમની નોકરીઓ ગુમાવવા અને નાણાકીય સમસ્યાઓ વિશે વધુ ચિંતિત છે. લૉકડાઉન શરૂ થયાના અઠવાડિયામાં શરૂ કરાયેલ, યુસીએલ કોવિડ-19 સોશ્યલ સ્ટડીને વેલકમ એન્ડ યુકે રિસર્ચ એન્ડ ઇનોવેશન (યુકેઆરઆઈ) ના વધારાના ટેકા સાથે નફિલ્ડ ફાઉન્ડેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. છેલ્લા 30 અઠવાડિયામાં 70,000થી વધુ લોકોને લોકડાઉન, સરકારની સલાહ અને એકંદર સુખાકારી અને માનસિક સ્વાસ્થ્ય વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

અગ્રણી લેખક, ડૉ. ડેઝી ફેનકોર્ટ (યુસીએલ રોગશાસ્ત્ર અને આરોગ્ય સંભાળ)એ કહ્યું હતું કે “તે સ્પષ્ટ છે કે કોવિડ-19 રોગચાળા અને લૉકડાઉન પ્રતિબંધોએ જુદા જુદા જૂથોને અલગ રીતે અસર કરી છે, કેટલાક અન્ય કરતા વધુ સરળ ફેરફારોનો સામનો કરવા સક્ષમ છે. કોવિડ-19 આ માનસિક સ્વાસ્થ્યની અસમાનતાઓને વધારતુ હોવાથી વધારાના ટેકો ઉપલબ્ધ કરાવવામાં આવે તે મહત્વનું છે.”

નફિલ્ડ ફાઉન્ડેશનના એજ્યુકેશન પ્રોગ્રામના વડા શેરીલ લોયડે જણાવ્યું હતું કે, “રોગચાળા દરમિયાન BAME જૂથોના લોકો ખરાબ માનસિક સ્વાસ્થ્યનો અનુભવ કરી રહ્યા છે. આપણે એ પણ જાણીએ છીએ કે કેટલાક વંશીય લઘુમતી જૂથોમાં કોવિડ-19 ના કારણે અપ્રમાણસર વધુ મૃત્યુ દર છે અને લોકડાઉનથી અસરગ્રસ્ત ક્ષેત્રોમાં કાર્યરત થવાની સંભાવના છે. રોજગાર જતા તેઓ વધુ આર્થિક રીતે નબળા બને છે.