Home Secretary, Priti Patel
Home Secretary, Priti Patel (Photo by Christopher Furlong/Getty Images)

પોલીસ વિભાગના અગ્રણીઓએ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પર પોલીસિંગની નવી દરખાસ્તો બાબતે “સત્તા હડપ” કરવાનો અને સંસદની મંજૂરી વિના નવી સત્તા મેળવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. જે હોમ સેક્રેટરીને સ્થાનિક કાયદા અમલીકરણની બાબતોમાં હસ્તક્ષેપ કરવાની અને રાજકીય રીતે સંવેદનશીલ ગણાતા મુદ્દાઓ પર બોલવા માંગતા વડાઓને મૌન કરવાની મંજૂરી આપશે.

પોલીસ અધિકારીઓએ પટેલ પર સરકાર દ્વારા પોલીસિંગની જવાબદારી અંગેના લેખિત પ્રોટોકોલને ફરીથી તૈયાર કરવાના પ્રયાસ પછી ચિફ કોન્સ્ટેબલ અને પોલીસ અને ક્રાઈમ કમિશનરો (PCCs) તરફથી ઉગ્ર પ્રતિક્રિયા આવી છે.

આ યોજનાના ભાગોને એક ચીફ કોન્સ્ટેબલ દ્વારા “ખૂબ જોખમી અને ઓપરેશનલ સ્વતંત્રતા માટે જોખમી” તરીકેનું લેબલ લગાવવામાં આવ્યું છે. પોલીસ અને ક્રાઈમ કમિશનરોએ ખાનગી પ્રતિભાવમાં સરકારી દરખાસ્તોને “અલ્ટ્રા વાઈરસ” તરીકે વર્ણવી હતી.

હોમ ઓફિસના એક સ્ત્રોતે આ ટીકાઓને નકારી કાઢી કહ્યું હતું કે “તે સત્તા હડપવાની નથી, તે ઓપરેશનલ સ્વતંત્રતા માટે ખતરો નથી, પરંતુ પોલીસિંગની દુનિયામાં કોનું કામ અને જવાબદારી છે તે સ્પષ્ટ કરે છે. શું પ્રશ્નો પૂછવા એ હોમ સેક્રેટરીની ભૂમિકા ન હોવી જોઈએ?