Getty Images

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની બોન્ડિંગ દેશ વિદેશમાં કોઈથી અજાણી નથી. બન્ને એકબીજા સાથે સમય પસાર કરી રહ્યા છે. નિક જોનાસ સવારે ઉઠીને સૌથી પહેલા પ્રિયંકાનુ મોઢુ જોવું પસંદ કરે છે. પ્રિયંકાએ એક ચેટ શોમાં તેના બેડરૂમ સિક્રેટ વિશે ખુલીને વાત કરી હતી.
પ્રિયંકા ચોપડાએ એક ચેટ શોમાં તેના બેડરૂમના રહસ્ય પર ખુલ્લેઆમ વાત કરી હતી. પ્રિયંકાએ જણાવ્યું હતું કે, ઉંઘમાંથી ઉઠતાં વેંત જ નિક પ્રિયંકાનો ચહેરો જોવાનું પસંદ કરે છે. જ્યારે પ્રિયંકા તેને કહે છે કે-એક મિનિટ રાહ જુઓ, હું થોડો મસ્કરા લગાવી આવું’, ત્યારે નિક વારંવાર કહે છે, ‘હું તમને આમ જ જોવા માગુ છું’ પતિ-પત્ની વચ્ચે સંબંધો એવા જ હોવા જોઈએ, જ્યાં બંને કોઈ પણ બંધન વિના એકબીજાને ખુબ પ્રેમ કરી શકે છે. જો કે, તેની વાત પુરી કરતી વખતે પ્રિયંકાએ બધા છોકરાઓને સારા પતિ બનવાની કેટલીક ટીપ્સ પણ આપી.
પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ બંને તેમના લગ્ન જીવનને આગળ વધારવા માટે એક નિયમનું પાલન કરે છે, જે પતિ-પત્નીના સંબંધમાં રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રિયંકા કહે છે કે ‘અમે બંને શરૂઆતથી જ એકબીજા પ્રત્યે પ્રામાણિક રહીએ છીએ અને ભવિષ્યમાં એકબીજાની પાસેથી એવી જ અપેક્ષા રાખીએ છીએ.’ પ્રિયંકાએ વાત કરી હતી કે, દંપતીએ દરેક સંબંધોમાં પ્રમાણિક હોવું જરૂરી છે.