પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના સાંસદો ફોરેન આઉટસોર્સિગ સર્વિસનો ઉપયોગ કરતી કંપનીઓ પર 25 ટકા ટેક્સ લાદવાની વિચારણા કરી રહ્યાં હોવાથી ભારતની આઇટી કંપનીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. વિશ્લેષકો અને વકીલોએ જણાવ્યું હતું કે આ દરખાસ્તને કારણે કંપનીઓ કોન્ટ્રાક્ટ્સ વિલંબ કરી રહ્યા છે અથવા ફરીથી વાટાઘાટો કરી રહ્યી છે, જેના કારણે વિશ્વના સૌથી મોટા આઉટસોર્સિંગ હબ ભારતમાં ચિંતા વધી રહી છે.

25 ટકા ટેક્સના આ બિલ તેના વર્તમાન સ્વરૂપમાં પસાર થવાની શક્યતા ઓછી છે, પરંતુ અમેરિકન કંપનીઓ IT સેવાઓ ખરીદવાની રીતમાં લાંબા ગાળાના ફેરફારો લાવી શકે છે. ભાર પ્રમાણમાં આઉટસોર્સિંગ પર નિર્ભર કંપનીઓ આ પગલાનો વિરોધ કરે તેવી તેવી શક્યતા છે. જેના કારણે લોબિંગ અને સંભવિત કાનૂની લડાઈઓ શરૂ થશે.
ભારતનો $283 બિલિયનનો આઇટી ઉદ્યોગ દેશના જીડીપીમાં 7 ટકાથી વધુ ફાળો આપે છે, તે ત્રણ દાયકાથી વધુ સમયથી એપલ, અમેરિકન એક્સપ્રેસ, સિસ્કો, સિટીગ્રુપ, ફેડએક્સ અને હોમ ડેપો સહિતની મુખ્ય ગ્રાહક કંપનીઓને સર્વિસ પૂરી પાડે છે.

ગયા અઠવાડિયે, રિપબ્લિકન સેનેટર બર્ની મોરેનોએ HIRE એક્ટ રજૂ કર્યો હતો, જે અમેરિકનોને બદલે વિદેશી કામદારોને નોકરી પર રાખતી કંપનીઓ પર કર લાદવાનો પ્રસ્તાવ મૂકે છે. આ બિલનો હેતુ કંપનીઓને આઉટસોર્સિંગ ખર્ચને કર-કપાતપાત્ર તરીકે દાવો કરવાથી અટકાવવાનો પણ છે.

EY ઇન્ડિયાના પાલન વડા જિગ્નેશ ઠક્કરે જણાવ્યું હતું કે HIRE એક્ટમાં મોટા પાયે ફેરફારોનો પ્રસ્તાવ છે જે આઉટસોર્સિંગના અર્થશાસ્ત્રને બદલી શકે છે અને આંતરરાષ્ટ્રીય સેવા કરારો સાથે સંકળાયેલ કર જવાબદારીમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, સંયુક્ત ફેડરલ, રાજ્ય અને સ્થાનિક ટેક્સ આઉટસોર્સ્ડ પેમેન્ટ્સ પરની વસૂલાત 60 ટકા સુધી વધારી શકે છે,

આ મહિને, વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નાવારોએ સર્વિસિસ તેમજ માલ પર ટેરિફ લાદવાની માગણી કરી હતી.

LEAVE A REPLY