Conservative Party logo (Photo by Ian Forsyth/Getty Images)

ટોરી પાર્ટીને £50,000નું દાન કરનાર ટોરી દાતા અને પીજી પેપરના સહ-માલિક પુનીત ગુપ્તાએ વડા પ્રધાન ઋષિ સુનકના વડપણ હેઠળની સરકારની “સ્થિર” આર્થિક વૃદ્ધિ પર પ્રહારો કરી કન્ઝર્વેટિવ્સને બદલે હવે લેબર પાર્ટીને ટેકો આપવાનું વચન આપ્યું છે.

પુનીત ગુપ્તા જણાવ્યું હતું કે ‘’સરકારની કામગીરી ભારે નિરાશાજનક રહી છે અને અર્થતંત્ર અને જાહેર સેવાઓને મજબૂત કરવા માટે કોર્સમાં ફેરફાર જરૂરી છે. હું માનું છું કે જો આપણે યુકેની વૈશ્વિક સ્થિતિ અને સામાન્ય લોકોના જીવનમાં સુધારો કરવો હોય તો પરિવર્તન જરૂરી છે, અને યુનાઇટેડ કિંગડમ અને સ્કોટલેન્ડ બંનેમાં પરિવર્તનની વાસ્તવિક તક આપતો એકમાત્ર પક્ષ લેબર છે.”

કેટલાક વરિષ્ઠ ટોરી નેતાઓને જાણ કરવામાં આવી હતી કે ગુપ્તાએ પાર્ટી સાથેના સંબંધો કાપી નાખ્યા છે તેમ છતાય ગુપ્તાને ગયા મહિને ડાઉનિંગ સ્ટ્રીટના વૈશાખી રિસેપ્શનમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમના આ પગલાને લઇને સરકારમાં કેટલાક લોકો હવે શરમ અનુભવે છે.

ગ્રીનકમાં સ્થિત પીજી પેપરના ગુપ્તાએ છેલ્લા પાંચ વર્ષમાં ટોરી પાર્ટીને £51,498 આપ્યા છે. સુનક વડા પ્રધાન બન્યા ત્યારથી લગભગ ચોથા ભાગની રકમ આપી છે. અગાઉ, પીજી પેપરે 2017માં સ્કોટિશ લેબર MSP અનસ સરવરના નિષ્ફળ નેતૃત્વ અભિયાન માટે દાન આપ્યું હતું.  ગુપ્તા અને તેમની પત્ની પૂનમ પીજી પેપરના જોઈન્ટ ચીફ એક્ઝિક્યુટિવ છે.

ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે ગયા વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ટોરીએ £9.8 મિલિયન અને લેબરને £6 મિલિયન મેળવ્યા હતા.

LEAVE A REPLY

seven − five =