પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંઘ આજે સાંજે 4.30 કલાકે રાજ્યપાલને મળીને પોતાના પદેથી રાજીનામુ આપ્યુ છે. કોંગ્રેસના 40 ધારાસભ્યોએ મુખ્ય પ્રધાન સામે વિરોધ દર્શાવ્યા પછી હાઇકમાન્ડે તેમને રાજીનામુ આપવા જણાવ્યું હતું. આ સાથે જ તેમના પ્રધાનમંડળે પણ રાજીનામુ આપ્યું છે.
પંજાબમાં કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિધ્ધુ અને કેપ્ટન અમરિન્દરસિંઘ વચ્ચે ઘણા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે. આ સંજોગોમાં કેપ્ટન અમરિન્દરસિંઘે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને કહ્યું છે કે, હું આ રીતે અપમાનિત થઈને કોંગ્રેસમાં રહી શકું તેમ નથી. એવું પણ કહેવાય છે કે, તેમણે સોનિયા ગાંધીને એવું પણ જણાવ્યું હતું કે, જો મને સીએમ પદેથી હટાવવામાં આવ્યો તો હું પાર્ટી પણ છોડી દઈશ અને એવુ પણ કહ્યુ છે કે, આટલા અપમાન પછી કોંગ્રેસમાં રહેવાનો કોઈ અર્થ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબમાં આવનારા ચાર-પાંચ મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે.