ક્વોડ દેશોના વિદેશ પ્રધાનોની શુક્રવારે મેલબોર્નમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિકન (ડાજુ બાજુથી) ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન એમ પેની, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને જાપાનના વડાપ્રધાન યોશિમાસા હયાશીએ હાજરી આપી હતી. (ANI Photo)

ક્વોડ સંગઠન સામે ચીનના જોરદાર વિરોધનું ખંડન કરતા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે આ સંગઠન રચનાત્મક કાર્યો કરશે તથા વ્યૂહાત્મક ઇન્ડો-સ્પેસિફક રિજનની સમૃદ્ધિ અને સ્થિરતામાં યોગદાન આપશે. ક્વોડની ટીકા કરવાથી ચાર દેશોનું આ જૂથ ઓછું વિશ્વસનીય બનતું નથી. ક્વોડ દેશોમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારતનો સમાવેશ થાય છે. આ જૂથનો ચીન સતત વિરોધ કરી રહ્યું છે. ક્વોડ દેશોએ બળજબરીથી ઇન્ડો-પેસિફિક રિઝનને મુક્ત કરવા સહકાર વધારાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી, જે ચીનના આક્રમક વલણ સામે સ્પષ્ટ સંકેત છે.

સરહદો ખુલ્લી મૂકવાના ઓસ્ટ્રેલિયાના નિર્ણયને ભારતે આવકાર્યો

સરહદોને ફરી ખુલ્લા મૂકવાના નિર્ણયને ઓસ્ટ્રેલિયાના નિર્ણયને આવકારતા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે તેનાથી ઓસ્ટ્રેલિયામાં પરત ફરવા માગતા તથા ખાસ કરીને વિદ્યાર્થીઓ, હંગામી વિઝા હોલ્ડર્સ અને અલગ થઈ ગયેલા પરિવારોને મદદ મળશે. ઓસ્ટ્રેલિયાએ કોરોના નિયંત્રણોને હળવા કરીને 21 ફેબ્રુઆરીથી વેક્સિનેટેડ તમામ ટુરિસ્ટ અને બિઝનેસ ટ્રાવેલર્સ માટે તેની સરહદો ખુલ્લી મૂકવાનો નિર્ણય કર્યો છે.