The Queen's death will fuel demands for Scottish independence
બ્રિટનના રાણી એલિઝાબેથ-ટુની ફાઇલ તસવીર (Photo by Ben Stansall - WPA Pool/Getty Images)

ઓનર્સ કમિટીના સદસ્ય પ્રોફેસર ઇકબાલ સિંઘે જણાવ્યું હતું કે ‘’ઓનર્સ સિસ્ટમ વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને માન્યતા આપવા અને સિસ્ટમ વધુ વ્યાપક, સુલભ અને પારદર્શક બની રહે તેની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે. જૂન 2021ના મહારાણીના ​​જન્મદિવસની ઓનર્સની યાદીના સફળ ઉમેદવારોમાંથી 15 ટકા BAME પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેમણે સૌથી મજબૂત વંશીય પ્રતિનિધિત્વ જાળવી રાખ્યું છે. જ્યારે લગભગ 6.8 ટકા લોકો એશિયન પૃષ્ઠભૂમિના છે તેમજ 3 ટકા લોકો મિક્સ્ડ બેકગ્રાઉન્ડના છે. વિવિધ સમિતિઓ સુધી નોમિનેશન્સ પહોંચે અને યોગ્ય એપ્લિકેશનોની સંખ્યામાં સુધારો કરવામાં મદદ બદલ અમે ગરવી ગુજરાત અને ઇસ્ટર્ન આઇના સમર્થનનું સ્વાગત કરીએ છીએ.