Queen Elizabeth called the Jallianwala massacre in Amritsar a mistake of British rule.
(Photo by Chris Jackson/Getty Images)

બ્રિટનના મહારાણી એલિઝાબેથ ત્રણ વખત ભારતની યાત્રાએ ગયાં હતાં અને અમૃતસરના જલિયાંવાલા હત્યાકાંડને તેમણે બ્રિટિશ શાસનની ભૂલ ગણાવી હતી. જો કે તેમણે આ અંગે માફી માંગી ન હતી.

ભારતની આઝાદી બાદ પહેલીવાર પતિ પ્રિન્સ ફિલીપ સાથે ૧૯૬૧માં રાણી ભારત ગયાં હતાં. તે વખતે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને વડાપ્રધાન નહેરૂએ સ્વાગત કરી રાજઘાટ પર જઇ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને રાણીએ વિખ્યાત એઇમ્સ હોસ્પિટલનું ઉદ્ધાટન પણ કર્યું હતું.

૧૯૮૩માં રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહના આમંત્રણથી આવેલા શાહી દંપતીને રાષ્ટ્રપતિ ભવનની નવી બિલ્ડીંગમાં ઉતારો અપાયો હતો. તેમણે કોમનવેલ્થ હેડ્સ ઑફ ધ ગવર્નમેન્ટ ‘ચોગમ’ પરિષદનું ઉદ્ધાટન કર્યું હતું. તેમણે મુંબઈ અને કલકત્તાની મુલાકાત લીધી હતી અને મધર ટેરેસાને ઓર્ડર ઓફ મેરિટનો ખિતાબ આપ્યો હતો. ૧૯૯૭માં ભારતની આઝાદીના ૫૦ વર્ષ પૂરા થયા ત્યારે તેઓ ત્રીજી વખત ભારત પધાર્યા હતા. તે સમયે રાષ્ટ્રપતિ કે. આર. નારાયણન અને વડાપ્રધાન તરીકે ઇન્દ્રકુમાર ગુજરાલ હતા. તેમણે અમૃતસરમાં જલિયાંવાલા બાગના શહીદ સ્મારકની મુલાકાત લઇ સ્વીકાર્યું હતું ૧૯૧૯માં થયેલો નરસંહાર બ્રિટનની ભૂલ હતી.

સામે પક્ષે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. કે. આર. નારાયણન, આર. વેંકટરામન અને ૨૦૦૯માં પ્રતિભા પાટિલ રાષ્ટ્રપતિ તરીકે ઇંગ્લેન્ડ જતાં મહારાણીએ તેમનું સન્માન કર્યું હતું.

LEAVE A REPLY

eight − 8 =