મહારાણી

બકિંગહામ પેલેસે મેગન અને હેરીના બોમ્બશેલ ઇન્ટરવ્યૂનો જવાબ આપતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘છેલ્લા કેટલાક વર્ષો હેરી અને મેગન માટે પડકારજનક હતા તેની સંપૂર્ણ વિગતો જાણીને આખું કુટુંબ દુ:ખી છે. ઉભા થયેલા મુદ્દાઓ, ખાસ કરીને જાતિની સંબંધિત છે. જ્યારે કેટલીક સ્મૃતિ બદલાઇ શકે છે, તે ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે અને તેનો પરિવાર દ્વારા ખાનગી રીતે હલ લાવવામાં આવશે. હેરી, મેગન અને આર્ચી હંમેશાં પરિવારના પ્રેમાળ સભ્યો બની રહેશે.’’

શાહી પરિવારના વરીષ્ઠ સભ્યોએ આજે મૌન તોડ્યા પછી દાવો કરાય છે કે મહેલ લકવાગ્રસ્ત થઈ ગયો હતો. મહારાણીએ મેગન અને હેરીના દાવાઓ અંગે કેવી રીતે પ્રતિક્રિયા આપવી તેની વિમાસણમાં છેલ્લા બે દિવસ વિતાવ્યાં છે. આજે, વડા પ્રધાનની કચેરી નંબર 10એ પુષ્ટિ આપી હતી કે બોરિસ જોન્સને ઇન્ટરવ્યૂ જોયો છે. પરંતુ તેમણે પોતાનો અભિપ્રાય આપવાનો ઇનકાર કર્યો હતો.