જાણીતા અભિનેતા આર. માધવનની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (FTII)ના પ્રેસિડેન્ટ પદે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. અનુરાગ ઠાકુરે લખ્યું હતું કે, “અભિનેતા માધવનને પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક થવા બદલ હાર્દિક અભિનંદન. મને ખાતરી છે કે તમારો બહોળો અનુભવ અને મજબૂત નીતિશાસ્ત્ર આ સંસ્થાને સમૃદ્ધ બનાવશે, સકારાત્મક પરિવર્તન લાવશે અને તેને ઉચ્ચ સ્તરે લઈ જશે. મારી શુભકામનાઓ તમારી સાથે છે.”

આર માધવને અનુરાગ ઠાકુરનો આભાર માન્યો હતો અને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “સન્માન અને શુભેચ્છાઓ માટે અનુરાગ ઠાકુરજી તમારો ખૂબ ખૂબ આભાર. હું દરેકની અપેક્ષાઓ પર ખરો ઉતરવાનો મારાથી શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.
FTIIના પ્રેસિડેન્ટ તરીકે આર. માધવનનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. અગાઉ આ જવાબદારી શેખર કપૂર નિભાવી હતી. તેમનો કાર્યકાળ માર્ચ મહિનામાં પૂરો થયો હતો. આર માધવને સાઉથ અને હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે, તેમણે મોટાભાગે દક્ષિણની ફિલ્મોમાં કામ કર્યું છે.

LEAVE A REPLY

9 − 4 =