બિલિયોનેર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમની ભાવી પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે રવિવારે (5 જૂન) આરંગેત્રમના એક ભવ્ય કાર્યક્રમનું મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે આયોજન કર્યું હતું(ANI Photo)

બિલિયોનેર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમની ભાવી પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે રવિવારે (5 જૂન) આરંગેત્રમના એક ભવ્ય કાર્યક્રમનું મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે આયોજન કર્યું હતું.આ કાર્યક્રમમાં બોલિવુડ તેમજ સ્પોર્ટ્સની જાણીતી હસ્તી સામેલ થઈ હતી. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની 2019માં સગાઈ થઈ હતી. બંને ઘણા સમયથી સાથે છે.

રાધિકા ઉદ્યોગપતિ વીરેન અને શૈલા મર્ચન્ટની પુત્રી છે, જે ક્લાસિકલ ડાન્સર છે. તેની ટ્રેનિંગ પૂરી થઈ તો તેના માટે આરંગેત્રમ સેરેમની રાખવામાં આવી હતી. લાઈવ સંગીત પર રાધિકાએ કથ્થક કરીને ત્યાં હાજર સૌના દિલ જીતી લીધા હતા. રાધિકા મર્ચન્ટની આરંગેત્રમ સેરેમનીમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના પરિવાર સભ્યો ઉપરાંત સલમાન ખાન, આમિર ખાન, રાજકુમાર હિરાની, આદર જૈન, ઝહીર ખાન, સાગરિકા ઘાટગે સહિતના સેલિબ્રિટી હાજર રહ્યા હતા. સમગ્ર સેરેમની દરમિયાન મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીએ ખેંચ્યું હતું. પહેલીવાર મુકેશ અંબાણી તેને કેમેરાની સામે લઈને આવ્યા હતા અને તેડીને ફોટો ક્લિક કરાવી હતી.