વિલ્ટશાયરના ઓક્સી ખાત રહેતા હતા અને મૂળ ગુજરાતના નડિયાદના વતની શ્રી કાંતિલાલ અને વિદ્યાબહેન દેસાઈના પુત્ર નિવૃત્ત RAF સ્ક્વોડ્રન લીડર અરુણ દેસાઈનું તા. 5 ઑક્ટોબર 2023ના રોજ પોતાના ઘરે શાંતિપૂર્વક નિધન થયું છે.

નૈરોબીમાં જન્મેલા અને ત્યાંની જ ડ્યુક ઑફ ગ્લોસ્ટર સ્કૂલમાં અભ્યાસ બાદ 16 વર્ષની ઉંમરે યુકેના રોયલ એરફોર્સમાં જોડાયેલા અરૂણભાઇ દેસાઇએ જુનિયરથી શરૂઆત કરીને સ્ક્વોડ્રન લીડરના હોદ્દા પર પહોંચ્યા હતા. કેડેટ નેવીગેટર તરીકે સેવા આપતા અરૂણકુમાર દેસાઇની વરણી તા. 20 સપ્ટેમ્બર 1968ના રોજ એક્ટીંગ પાઇલોટ ઓફિસર તરીકે કરવામાં આવી હતી. તેઓ યુકે વતી ફોકલેન્ડ્સ અને ગલ્ફ વોરમાં યુધ્ધ લડ્યા હતા.

વિમાન ઉડાવવા એ તેમનો શોખ હતો અને લોકો તેમને મળે ત્યારે હંમેશા તેમની પાસેની ઘણી રસપ્રદ વાર્તાઓ સાંભળવા ફરમાઇશો કરતા હતા. તેમને બાદ કામનો ખૂબ જ શોખ હતો અને તેમણે નિવૃત્તિમાં આતુર માળી તરીકે પોતાના બગીચાને હર્યો ભર્યો બનાવ્યો હતો. તેમને ભારતીય ભોજન ખૂબ જ પસંદ હતું અને તેમણે જીવલભર તેનો આનંદ અને સ્વાદ માણ્યો હતો.

અરૂણભાઇ પોતાની પાછળ પત્ની નસીમ, પુત્રો કેયુર અને રાહુલ, ભાઈ રણજીત તથા જોશના દેસાઈ અને બહેનો નિર્મલા યશુભાઈ, જનક પ્રવિણકાંત તથા શોભા પ્રવિણકુમાર સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.

LEAVE A REPLY

18 − four =