(PTI Photo)

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુરુવાર, 7 માર્ચે દાહોદ જિલ્લાના ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશી હતી. આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિઓની 16 લાખ કરોડની લોન માફ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતાં.

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ઇસુદાન ગઢવી અને AAPના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ગોપાલ ઇટાલિયા પણ રાહુલની યાત્રામાં જોડાયા હતાં. રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે શું તમે રામ મંદિરના ઉદ્ઘાટન સમયે પ્રમુખ દ્રૌપદી મુર્મુને જોયા હતા. ઝાલોદમાં આદિવાસીઓની સભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે દેશનો 73 ટકા ભાગ પછાત વર્ગો, આદિવાસીઓ અને દલિતોનો હોવા છતાં, આ જાતિના વ્યક્તિઓને દેશમાં કોઈ પણ ઉચ્ચ હોદ્દો મળતો નથી.

‘મણિપુરથી મુંબઈ’ સુધીની આશરે 6,700 કિમીની આ યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશતા પહેલા ચાર દિવસ સુધી ગુજરાતના સાત આદિવાસી જિલ્લાઓમાંથી પસાર થશે. આ યાત્રામાં રાહુલ ગાંધી મધ્ય અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ફોકસ કરશે. 10 માર્ચની સાંજે નવાગામ ખાતે મહારાષ્ટ્રમાં પ્રવેશતા પહેલા આ યાત્રા ગુજરાતના સાત જિલ્લાઓમાંથી પસાર થશે. આ જિલ્લાઓમાં દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, સુરત અને નવસારીનો સમાવેશ થાય છે. રાહુલ ગાંધી છ જાહેર સભાઓ યોજશે અને 27 કોર્નર મીટિંગમાં કરશે. 70 થી વધુ સ્થળોએ કોંગ્રેસ સમર્થકો સ્વાગત કરશે .તેઓ પંચમહાલ જિલ્લાના પાવાગઢ મંદિર અને રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના મંદિર સહિત રૂટમાં અનેક મંદિરોની મુલાકાત લેશે.

LEAVE A REPLY

3 + ten =